For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરફરાઝ ખાનના પિતાને કાર ગિફ્ટ આપશે આનંદ મહિન્દ્રા

01:22 PM Feb 17, 2024 IST | Bhumika
સરફરાઝ ખાનના પિતાને કાર ગિફ્ટ આપશે આનંદ મહિન્દ્રા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેમાં સિરીઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. સરફરાઝ ખાને ડેબ્યુ મેચમાં જ આક્રમક હાફ સેન્ચુરી ફટકારી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય ઉદ્યોગપતિ અને ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રાના માલિક આનંદ મહિન્દ્રાએ સરફરાઝ ખાન અને તેના પિતા નૌશાદ ખાનની પ્રશંસા કરી છે. એટલું જ નહીં એક ભેટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. મહિન્દ્રાએ શુક્રવારે સોશિયલ મીડિયા સાઈટ ડ પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી. આ પોસ્ટ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે અને લોકો તેની ઉદારતાના વખાણ કરી રહ્યા છે.

Advertisement

આનંદ મહિન્દ્રાએ નૌશાદ ખાનને થાર એસયુવી આપવાનો નિર્ણય કર્યો છે. ઘણીવાર તેઓ ખેલાડીઓ માટે આવું કરે છે. જોકે, કેટલાક પ્રસંગોએ ખેલાડીઓના માતા-પિતા પણ તેમને આ રીતે પ્રોત્સાહિત કરતા જોવા મળે છે. સરફરાઝ ખાનની સફળતામાં નૌશાદ ખાને કેટલી ભૂમિકા ભજવી તે બધા જાણે છે. આ જ કારણ છે કે આનંદ મહિન્દ્રા નૌશાદની મહેનતને ઓળખી રહ્યા છે અને તેમને ભેટ આપવાની વાત કરી છે. સરફરાઝ ખાને ડેબ્યુ ટેસ્ટ મેચમાં તાબડતોબ હાફ સેન્ચુરી ફટકારી છે. સરફરાઝે 48 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે 66 બોલમાં 2 સિક્સ અને 9 ફોરની મદદથી 62 બનાવ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement