અભિનય ઈચ્છુકોને તક, યશરાજ ફિલ્મસે લોન્ચ કરી કાસ્ટિંગ એપ
- વિશ્ર્વભરમાંથી ઓડિશન સબમિટ થઈ શકશે
ભારતની અગ્રણી મીડિયા અને મનોરંજન કંપની, યશ રાજ ફિલ્મ્સે તેની વાયઆરએફ કાસ્ટિંગ ઍપ લોન્ચ કરી છે, જેનો ઉપયોગ વિશ્વભરના અભિનય ઈચ્છુકો આ એપ દ્વારા કાસ્ટિંગ કોલ વિશે માહિતી મેળવવા અને તેમના ઑડિશન સબમિટ કરવા માટે કરી શકે છે. YRF કાસ્ટિંગ ઍપ અત્યારે લાઇવ છે, ઉમેદવારોને તેમની પ્રોફાઇલ વિગતો ઍપમાં જ રજિસ્ટર કરવામાં સક્ષમ બનાવશે અને ટૂંક સમયમાં જ યશ રાજ ફિલ્મ્સે ગ્રીનલાઇટ ધરાવતા થિયેટર ફિલ્મો અને સ્ટ્રીમિંગ પ્રોજેક્ટ્સ સંબંધિત તમામ આગામી ઑડિશન વિશે માહિતી મેળવી શકશે. આ ઍપ નજીકના ભવિષ્યમાં આ પ્રોજેક્ટ્સ માટે સીધા ઢછઋને તેમના ઑડિશન સબમિટ કરવા ઈચ્છતા ઉમેદવારો માટે એક ઑનલાઈન ડેસ્ટિનેશન બની જશે. કંપની માને છે કે આ નિર્ણય નકલી YRF કાસ્ટિંગ એકાઉન્ટ્સથી થતી સમસ્યાઓને દૂર કરવામાં ઘણો મોટો ફાળો આપશે, જે લોકોને ઑડિશન વિશે ગેરમાર્ગે દોરે છે અને ઢછઋની દોષરહિત બજાર પ્રતિષ્ઠા માટે ખતરો ઊભો કરે છે. શાનુ શર્મા, જેઓ YRF પ્રોજેક્ટ્સમાં લીડ તરીકે લોન્ચ કરવામાં આવનાર લોકોની પસંદગી અને માવજત તેમ જ અન્ય પ્રાથમિક અથવા ગૌણ ભૂમિકાઓ માટે કલાકારોને અંતિમ સ્વરૂૂપ આપવાનું કામ સંભાળે છે.