For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવંતવાડીના ગાઢ જંગલમાંથી ઝાડ સાથે બાંધેલી અમેરિકન મહિલા મળી

05:17 PM Jul 29, 2024 IST | admin
સાવંતવાડીના ગાઢ જંગલમાંથી ઝાડ સાથે બાંધેલી અમેરિકન મહિલા મળી

તમિલનાડુમાં લગ્ન થયા હતા, પતિ જંગલમાં છોડી ગયાનો દાવો

Advertisement

સિંધુદુર્ગ જિલ્લાના સાવંતવાડીના કરાડી હિલ્સના ગાઢ જંગલમાં એક અમેરિકન મહિલાને લોખંડની સાંકળ વડે ઝાડ સાથે બાંધેલી હાલતમાં મળી આવી છે. તેણીના લગ્ન તમિલનાડુના એક પુરુષ સાથે થયા હતા, જેણે તેણીને ઈન્જેક્શન આપીને બેભાન કર્યા બાદ તેને જંગલમાં છોડી દીધી હતી. સાવંતવાડી પોલીસ સ્ટેશનની ટીમે બચાવી લેવાયેલી વિદેશી મહિલા અંગે સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે આ માહિતી ભારતમાં યુએસ એમ્બેસીને આપી છે.

સિંધુદુર્ગ જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ અગ્રવાલે જણાવ્યું હતું કે સાવંતવાડી પોલીસ સ્ટેશનની ટીમે કરાડીના ગાઢ જંગલમાં એક ઝાડ સાથે લોખંડની સાંકળથી બાંધેલી અમેરિકન મહિલાને બચાવી હતી અને તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી. વિદેશી મહિલાની માનસિક સ્થિતિની સાથે સાથે તેનું શરીર પણ ખૂબ જ નબળું પડી ગયું છે, જેથી તેને ઓરોસ જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Advertisement

ખરાબ માનસિક સ્થિતિને કારણે તે બરાબર બોલી શકતી નથી. આ મામલાની સઘન તપાસ કરવામાં આવી રહી છે, પોલીસ હજુ સુધી કોઈ નક્કર તારણ પર પહોંચી નથી. મહિલાના લેખિત નિવેદન મુજબ તેનો પતિ જ તેને પહેલા ઈન્જેક્શન આપીને જંગલમાં લઈ ગયો અને ઝાડ સાથે બાંધી દીધો. મહિલાનો દાવો છે કે તેના પતિએ તેને છેલ્લા 40 દિવસથી ભૂખી રાખી હતી. વિદેશી મહિલાએ પોતાને અમેરિકન ગણાવ્યા છે અને તેનું રેશનકાર્ડ તામિલનાડુનું હોવાનું જાણવા મળ્યું છે. આથી પોલીસની ટીમ દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement