For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમૂલની બાદશાહત; દુનિયાની નં.1 ફૂડ બ્રાન્ડ બની

11:16 AM Aug 22, 2024 IST | Bhumika
અમૂલની બાદશાહત  દુનિયાની નં 1 ફૂડ બ્રાન્ડ બની
Advertisement

બ્રાન્ડ વેલ્યુ 3.3 અરબ ડોલર, નેસ્લે-પેપ્સીકો સહિતની કંપનીઓને પછાડતી ગુજરાતની સહકારી સંસ્થા

અમૂલને ભારતના ડેરી બજારનો બેતાબ બાદશાહ કહેવામાં આવે છે. કોઈપણ કંપની આની નજીક નથી જોવા મળી રહી. બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટમાં પણ કંપનીને નંબર 1 સ્થાન મળ્યું છે. ખાણી-પીણીની પ્રોડક્ટસ બનાવતી જાણીતી કંપની અમૂલનો દબદબો પહેલેથી સમગ્ર ભારતમાં છે. હવે દુનિયાએ પણ અમૂલના દબદબાને સ્વીકારી લીધું છે. એક રિપોર્ટ અનુસાર અમૂલ હવે વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની ગઈ છે.

Advertisement

બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા એક રિપોર્ટમાં તેને અઅઅ+ રેટિંગ આપવામાં આવ્યું છે. કંપનીની બ્રાન્ડ વેલ્યુ પણ વધીને 3.3 અરબ ડોલર થઇ ગઈ છે. કંપનીએ હર્શીઝને પાછળ છોડી દીધી છે, જે ગયા વર્ષે આ યાદીમાં નંબર વન હતી.
અમૂલનો ઈતિહાસ લગભગ 70 વર્ષ જૂનો છે. બ્રાન્ડ ફાઇનાન્સના ગ્લોબલ ફૂડ એન્ડ ડ્રિંક્સ રિપોર્ટ 2024 અનુસાર અમૂલ હવે વિશ્વની સૌથી મજબૂત ફૂડ બ્રાન્ડ બની ગઈ છે. બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ પર તેનો સ્કોર 100 માંથી 91 છે. આ ઉપરાંત કંપનીને અઅઅ+ રેટિંગ પણ મળ્યું છે. વર્ષ 2023ની સરખામણીમાં આ વર્ષે અમૂલની બ્રાન્ડ વેલ્યુ પણ 11 ટકા વધીને 3.3 બિલિયન થઈ ગઈ છે. જોકે બ્રાન્ડ વેલ્યુને કંપનીના ટર્નઓવર સાથે કોઈ લેવાદેવા નથી. નાણાકીય વર્ષ 2022-23માં અમૂલનું વેચાણ 18.5 ટકા વધીને રૂૂ. 72,000 કરોડ થયું છે.

બ્રાન્ડ ફાઇનાન્સ રિપોર્ટમાં અમૂલને હર્શીજ સાથે અઅઅ+ રેટિંગ આપવામાં આવ્યું છે. પરંતુ હર્શીજની બ્રાન્ડ વેલ્યુ 0.5 ટકા ઘટીને 3.9 બિલિયન થઈ ગઈ છે. તેથી તેને આ વર્ષની યાદીમાં બીજા સ્થાનેથી સંતોષ માનવો પડ્યો હતો. અમૂલ એ ભારતના ડેરી માર્કેટનો રાજા છે. મિલ્ક માર્કેટમાં તેનો હિસ્સો 75 ટકા, બટર માર્કેટમાં 85 ટકા અને ચીઝ માર્કેટમાં 66 ટકા છે.

બ્રિટાનિયા પણ આ યાદીમાં સામેલ થઈ ગઈ છે અને તેણે ચોથું સ્થાન મેળવ્યું છે. બ્રિટાનિયા તેના બિસ્કિટ, બ્રેડ, કેક અને ડેરી ઉત્પાદનો માટે જાણીતું છે. બીજા સ્થાને અમેરિકન ચોકલેટ ઉત્પાદક હર્શે કંપની છે, જે તેની ઉત્તમ ચોકલેટ ઉત્પાદનો માટે જાણીતી છે. આ સિવાય ડોરિટોસ અને ચીટોઝ જેવી લોકપ્રિય બ્રાન્ડ્સ પણ ટોપ 10માં સામેલ છે.

આ રિપોર્ટ સાબિત કરે છે કે ભારતીય ફૂડ બ્રાન્ડ્સ હવે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી રહી છે. અમૂલ અને બ્રિટાનિયાએ તેમની ગુણવત્તા અને ગ્રાહક સેવા દ્વારા વિશ્વની સૌથી મોટી અને મજબૂત બ્રાન્ડની યાદીમાં સ્થાન બનાવ્યું છે, જે ભારતીય ઉદ્યોગ માટે ગર્વની વાત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement