રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોદીના ઉત્તરાધિકારી તરીકે અમિત શાહ સર્વાધિક પસંદ

06:05 PM Feb 10, 2024 IST | Bhumika
Advertisement

2014માં કેન્દ્રની રાજનીતિમાં આવ્યા બાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત બનેલી છે, તેમનો ચહેરો આગળ કરીને ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ)એ કેટલીક વિધાનસભા ચૂંટણાીમાં જીત મેળવી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ શાનદાર જીત મેળવી હતી. રાજકીય ગલીઓમાં આ વાતની ચર્ચા છે કે 2024ની લોકસભા ચૂંટણી પીએેમ મોદી માટે અંતિમ લોકસભા ચૂંટણી હોય. એવામાં ભાજપમાં તેમના રાજકીય ઉત્તરાધિકારીને લઇને ચર્ચાઓનું બજાર ગરમ છે.

Advertisement

મૂડ ઓફ ધ નેશન ઓપિનિયિન પોલમાં આ વાતનું અનુમાન લગાવવામાં આવ્યું છે કે પીએમ મોદીની આગેવાનીમાં ભાજપ લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી જીત આસાનીથી મેળવી લેશે. જોકે, સર્વે દરમિયાન લોકોને પીએમના ઉત્તરાધિકારી વિશે પણ પૂછવામાં આવ્યું હતું.સર્વે અનુસાર, 29 ટકા લોકો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પીએમ મોદીના રાજકીય ઉત્તરાધિકારી માટે સૌથી ઉપર માને છે. 25 ટકા મતો સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બીજા સ્થાન પર છે. કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરી તેમના કરતા પાછળ રહી જાય છે. સર્વેમાં સામેલ 16 ટકા લોકોએ નિતિન ગડકરીનું સમર્થન કર્યું છે. આ લેટેસ્ટ સર્વેમાં તમામ લોકસભા બેઠકના 35,801 લોકો સામેલ થયા હતા. 15 ડિસેમ્બર 2023 અને 28 જાન્યુઆરી 2024 વચ્ચે તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

પીએમ મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે પરંતુ ભાજપને એક સારી ચૂંટણી મશીનમાં બદલવા પાછળ અમિત શાહ છે. અવાર નવાર પોતાની ચૂંટણી રણનીતિ માટે ભાજપના ‘ચાણક્ય’ ગણાતા અમિત શાહની સાવધાનીપૂર્વક યોજના અને પાર્ટી પ્રમુખના રૂૂપમાં રાજકીય કૌશલ ભાજપના ઉદયની પાછળ હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના રૂૂપમાં પોતાનો બીજો કાર્યકાળ પૂર્ણ કરી રહેલા યોગી આદિત્યનાથ ઝડપથી પાર્ટીની ઉપર આવી રહ્યાં છે. કાર્યકર્તાઓ વચ્ચે તેમણે મોટું સમ્માન મળ્યું છે, તેમણે હિન્દુત્વના પ્રચારક અને ગુનેગારો પર કડક કાર્યવાહી માટે ઓળખવામાં આવે છે, તેમણે ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપનું નસીબ બદલવા માટે લોકપ્રિયતા છે.
ભાજપમાં એક એવા નેતા પણ છે જેને તમામ રાજકીય પક્ષ પ્રશંસા કરે છે. તે છે નિતિન ગડકરી. નિતિન ગડકરીને સમસ્યાઓના સમાધાનના રૂૂપમાં ઓળખવામાં આવે છે. પરિવહન મંત્રીના રૂૂપમાં તેમના કામ અને દેશભરમાં રાજમાર્ગોના નેટવર્કનો વિસ્તાર કરવા માટે વિપક્ષી નેતાઓ દ્વારા ગડકરીની પ્રશંસા કરવામાં આવી છે.

Tags :
indiaindia news
Advertisement
Next Article
Advertisement