મોદી બાદ અમિત શાહ બની શકે PM: રાષ્ટ્રીય મહામંત્રી અગ્રવાલ
પીએમ મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે દિલ્હીમાં તેમજ સમગ્ર ભારતમાં ચર્ચાઓ થઈ રહી હતી કે નરેન્દ્ર મોદી છેલ્લી વખત પીએમ તરીકે શપથ લેશે અને છેલ્લા પાંચ વર્ષ તેઓ પીએમ તરીકે રહેશે. સમગ્ર દેશના ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ કે પીએમ મોદી પછી ભાજપમાં કોણ દેશના વડાપ્રધાન બનશે?
અત્યારે કેટલાક નેતાઓ નીતિન ગડકરી તેમજ બુલડોઝર બાબા એટલે કે યોગી આદિત્યનાથ નેક્સ્ટ પીએમ બનશે તેવી ચર્ચાઓ કરી રહ્યા હતા ત્યારે આ ચર્ચાઓનો આખરી અંત આવી ગયો હોય તેવું કહેવાય છે. ત્યારે ઓગષ્ટે ગાંધીનગર ખાતે ભાજપના સદસ્યતા અભિયાન-2024ને લઈ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના મોટા તમામ નેતાઓ હાજર રહ્યા હતા અને બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહનદાસ અગ્રવાલે પણ હાજરી આપી હતી અને આવેલા નેતાઓ સાથે સંવાદ કર્યો હતો.
રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહનદાસ અગ્રવાલ સંવાદ કરતા કરતા એટલા ઉત્સાહી થઈ ગયા કે સંબોધન કરતા જણાવ્યું કે અટલ-અડવાણીની જોડી હતી એવી જ ઙખ મોદી-અમિત શાહની છે. અમિત શાહ પણ ઙખ બની શકે છે.