For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રમ્પના ઘાવ પર સરકારી મલમપટ્ટી, RBIએ વ્યાજદર 0.25 ટકા ઘટાડ્યો

10:18 AM Apr 09, 2025 IST | Bhumika
ટ્રમ્પના ઘાવ પર સરકારી મલમપટ્ટી  rbiએ વ્યાજદર 0 25 ટકા ઘટાડ્યો

Advertisement

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચાલુ કરવામાં આવેલા ટેરિફ વોરથી દુનિયાભરમાં આર્થિક મંદીના વાદળો ઘેરાયા છે ત્યારે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ભારતના અર્થતંત્રને પ્રતિકૂળ અસર થઈ બચાવવા વ્યાજદર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોનેટરી પોલિસી કમિટીન બેઠક બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા આજે રેપો રેટમાં 0.25 બેસિસ પોઈન્ટ ઘટાડી જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

https://x.com/ANI/status/1909827860904161656

ગયા નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો અર્થતંત્ર 6.5% ના દરે વૃદ્ધિ પામ્યો હોવાની શક્યતા છે, જે કોવિડ-19 રોગચાળા પછીનો સૌથી ધીમો વિકાસ દર છે. અણધારી રીતે ઊંચા યુએસ ટેરિફને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. નાણાકીય વિશ્ર્લેષકો ચાલુ વર્ષ માટે તેમની વૃદ્ધિ આગાહીઓને નીચે તરફ સુધારી રહ્યા છે, ગોલ્ડમેન સેક્સ ગ્રુપ ઇન્ક. એ તેનો અંદાજ 6.3% થી ઘટાડીને 6.1% કર્યો છે, જે છઇઈં ના 6.7% ના અંદાજ કરતા નોંધપાત્ર રીતે ઓછો છે.

આરબીઆઇનાં ગર્વનર સંજય મલ્હોત્રાએ રેપો રેટમા ઘટાડાની જાહેરાત સાથે જણાવ્યુ હતુ કે મેન્યુફેકચરીંગ પ્રવૃતિઓ ફરી બેઠી થઇ રહી હોવાના સંકેત છે. એવી જ રીતે રોકાણમા પણ વધારો જોવા મળી રહયો છે. બિઝનેસ અપેક્ષાઓ મજબુત છે. શહેરી વપરાશ વિવેકાધીન ખર્ચમા ઉછાળા સાથે ક્રમશ: વધી રહયો છે.

રેપો રેટમાં ઘટાડો થતાં બેન્કો પણ હાઉસિંગ અને ઓટો જેવી લોન સામેના વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. જ્યારે વ્યાજદરો ઘટશે તો હાઉસિંગની ડિમાંડ વધશે અને મોટાભાગના લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા પ્રોત્સાહિત થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement