For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકસભામાં સુધારેલું આવક વેરા બિલ રજૂ: સિલેકટ સમિતિની તમામ ભલામણોનો સ્વીકાર

04:52 PM Aug 11, 2025 IST | Bhumika
લોકસભામાં સુધારેલું આવક વેરા બિલ રજૂ  સિલેકટ સમિતિની તમામ ભલામણોનો સ્વીકાર

કાયદાકીય જોગવાઈનું સચોટ અર્થઘટન કરાયાનો નાણામંત્રીનો દાવો

Advertisement

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે (11 ઓગસ્ટ, 2025) નસ્ત્રપસંદગી સમિતિની લગભગ બધી ભલામણો શામેલ કર્યા પછી લોકસભામાં સુધારેલ આવકવેરા બિલ રજૂ કર્યું. આવકવેરા (નં. 2) બિલ, 2025 રજૂ કરતાં શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે આ બિલ આવકવેરા સંબંધિત કાયદાને એકીકૃત અને સુધારણા કરવાનો પ્રયાસ કરે છે અને આવકવેરા અધિનિયમ, 1961 ને બદલશે.

પસંદગી સમિતિની લગભગ બધી ભલામણોને સરકારે સ્વીકારી લીધી છે. વધુમાં, બિલના ઉદ્દેશ્યો અને કારણોના નિવેદનમાં જણાવાયું છે કે પ્રસ્તાવિત કાનૂની અર્થને વધુ સચોટ રીતે રજૂ કરવા માટે હિસ્સેદારો તરફથી સૂચનો પ્રાપ્ત થયા છે.

Advertisement

બૈજયંત પાંડાની અધ્યક્ષતામાં સિલેક્ટ કમિટીએ 13 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં રજૂ કરાયેલા આવકવેરા બિલ, 2025માં અનેક ફેરફારો સૂચવ્યા હતા. મુસદ્દાની રચના, શબ્દસમૂહોની ગોઠવણી, પરિણામી ફેરફારો અને ક્રોસ-રેફરન્સિંગના સ્વરૂૂપમાં સુધારા કરવામાં આવ્યા છે. તેથી, સિલેક્ટ કમિટી દ્વારા અહેવાલ મુજબ, સરકારે આવકવેરા બિલ, 2025 પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. પરિણામે, આવકવેરા (નં. 2) બિલ, 2025 આવકવેરા અધિનિયમ, 1961 ને બદલવા માટે તૈયાર કરવામાં આવ્યું છે,સ્ત્રસ્ત્ર નિવેદનમાં જણાવાયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement