અંબાણી ભારતના સૌથી મોટા કરદાતા
નાણાકીય વર્ષ 2023માં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( RIL) એ મુકેશ અંબાણીને રૂૂ. 20,713 કરોડનો ટેક્સ ચૂકવીને ભારતના સૌથી મોટા કરદાતા બનાવ્યા. જઇઈંએ રૂૂ. 17,649 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો અને HDFCબેન્કે રૂૂ. 15,350 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો. ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસે રૂૂ. 14,604 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો. જ્યારે, ગૌતમ અદાણી ટોપ 10 કરદાતાઓમાં નથી.
મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( RIL)ના માલિક છે. નાણાકીય વર્ષ 2023માં તેઓ ભારતના સૌથી વધુ કરદાતા બન્યા. તેમની કંપનીએ સરકારને રૂૂ. 20,713 કરોડથી વધુ ટેક્સ ચૂકવ્યો હતો. રિલાયન્સ પછી, બીજી અને ત્રીજી સૌથી વધુ ટેક્સ ભરતી બેંકો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (જઇઈં) અને HDFCબેંક છે.
ગયા નાણાકીય વર્ષમાં જઇઈંએ 17,649 કરોડ રૂૂપિયા ઈન્કમ ટેક્સ ચૂકવ્યા હતા. અતનુ ચક્રવર્તીને તેના પાર્ટ-ટાઇમ ચેરમેન અને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. HDFCબેંકે આવકવેરા પેટે રૂૂ. 15,350 કરોડ ચૂકવ્યા છે.
ટાટા ગ્રૂપની IT કંપની ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ (TCS)એ નાણાકીય વર્ષ 2023 દરમિયાન રૂૂ. 14,604 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો. તે ભારતની બીજી સૌથી મોટી લિસ્ટેડ કંપની છે. રતન ટાટા હાલમાં ટાટા ગ્રૂપના ચેરમેન એમેરિટસ છે.
ICICI બેંક, ભારતની ચોથી સૌથી મોટી કંપનીએ નાણાકીય વર્ષ 2023 માટે રૂૂ. 11,793 કરોડનો ટેક્સ ચૂકવ્યો છે. 2023માં ઈઊઘ તરીકે નિયુક્ત થયેલા સંદીપ બક્ષીએ ચંદા કોચર પાસેથી બેંકના ચીફ ઓપરેટિંગ ઓફિસરનું પદ સંભાળ્યું હતું.
IT સેક્ટરની અન્ય એક મોટી કંપની ઇન્ફોસિસે ગયા વર્ષે રૂૂ. 9,214 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો. ઇન્ફોસિસ વિશ્વના 56 થી વધુ દેશોમાં કાર્યરત છે. તેનો પાયો એનઆર નારાયણ મૂર્તિએ નાખ્યો હતો.