મોદીને અવતાર પુરુષ ગણાવી અંબાણીએ ક્હ્યું, 145 કરોડ લોકો માટે ઉજવણીનો દિવસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પર દેશભરમાંથી શુભેચ્છાઓ અને અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ તેમને અવતાર પુરુષ ગણાવ્યા અને કહ્યું કે આ દિવસ 145 કરોડ લોકો માટે ઉજવણીનો દિવસ છે.
ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણી વ્યક્તિઓથી લઈને રાજકીય નેતાઓ સુધી, બધાએ પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારતે એક નવી વૈશ્વિક ઓળખ સ્થાપિત કરી છે અને ભવિષ્યમાં તેનાથી પણ વધુ ઊંચાઈઓ હાંસલ કરશે. ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને પોતાના સંદેશમાં કહ્યું કે મોદીના વિઝન અને સુધારાઓએ ભારતીય અર્થતંત્રને નવી દિશા આપી છે.
દરમિયાન, ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ તેમને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી, કહ્યું કે તેમના નેતૃત્વએ સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ક્ષેત્રોને અભૂતપૂર્વ પ્રોત્સાહન આપ્યું છે.