'હર હર મહાદેવ'ના નાદ સાથે અમરનાથ યાત્રાનો પ્રારંભ, LG મનોજ સિન્હાએ યાત્રાને લીલી ઝંડી આપી
અમરનાથ યાત્રા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. આજે અમરનાથ યાત્રા માટે પ્રથમ ટુકડી જમ્મુથી રવાના થઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) મનોજ સિન્હાએ ભગવતી નગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી હતી.
શ્રદ્ધાળુઓનો આ જથ્થો ૩ જુલાઈના રોજ પવિત્ર શિવલિંગના દર્શન કરશે. જોકે, સત્તાવાર રીતે યાત્રા 3 જુલાઈથી શરૂ થશે.
આ વર્ષની અમરનાથ યાત્રા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે. આજે અમરનાથ યાત્રાળુઓનો પહેલો જથ્થો જમ્મુથી શ્રીનગરના બાલતાલ અને પહેલગામ માટે રવાના થયો. ભોલેના ભક્તો આ અમરનાથ યાત્રાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ટુકડીમાં સામેલ શ્રદ્ધાળુઓએ દાવો કર્યો હતો કે આ વખતે યાત્રા આતંકવાદનો યોગ્ય જવાબ છે. શિવભક્તોએ કહ્યું કે આ વખતે આતંકવાદ પર શ્રદ્ધાનો વિજય થશે.
38 દિવસની આ યાત્રા પહેલગામ અને બાલતાલ બંને રૂટ પરથી નીકળશે. આ યાત્રા 9 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. ગયા વર્ષે આ યાત્રા ૫૨ દિવસ ચાલી હતી અને 5લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા.
અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે, દરેક જગ્યાએ પર નજર રાખવામાં આવી રહી છે.અત્યાર સુધીમાં, અમરનાથ યાત્રા માટે 3.5 લાખથી વધુ યાત્રાળુઓએ નોંધણી કરાવી છે.
અમરનાથ યાત્રા પર, જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રમુખ સતપાલ શર્માએ કહ્યું કે હજારો શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન કરવા માટે અહીં આવ્યા છે. બે મહિના પહેલા જ એક અલગ વાતાવરણ સર્જાયું હતું, પરંતુ આજે આપણે જોઈ શકીએ છીએ કે ભક્તો બાબા ભોલેના નામનો જાપ કેવી રીતે કરી રહ્યા છે. લોકો માને છે કે તેઓ સુરક્ષિત હાથમાં છે.