હલવા સેરેમની સાથે નાણા મંત્રાલયના અધિકારીઓ નોર્થ બ્લોકમાં ‘લોક’ થયા
હલવા સેરેમની બજેટની અંતિમ તૈયારીઓની શરૂૂઆત માનવામાં આવે છે. તેથી બજેટના કામ સાથે સંકળાયેલા અધિકારીઓ કડક દેખરેખ હેઠળ રહે છે, જેથી કોઈ માહિતી લીક ન થાય. સાથે જ નાણામંત્રીએ પણ કડક નિયમોનું પાલન કરવું પડે છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે નાણા મંત્રાલયમાં બજેટ પહેલા પરંપરાગત પહલવા સેરેમનીથ ઉજવી હતી. તેમાં નાણાં મંત્રાલયના ઘણા અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.નાણામંત્રીએ પોતે મંત્રાલયના અધિકારીઓને હલવો વહેંચ્યો હતો. આ ‘હલવા સેરેમની’ સાથે હવે બજેટની તૈયારીઓ સાથે જોડાયેલા અધિકારીઓને નાણા મંત્રાલયના પરિસરમાં જ ‘લોક’ કરી દેવામાં આવશે.હલવા સેરેમની પછી નાણા મંત્રાલયની નોર્થ બ્લોક ઓફિસ બંકરમાં પરિવર્તિત થઈ ગઈ છે. અહીં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને ન તો ફોન પર વાત કરવાની છૂટ છે, ન તો તેઓ ઘરે જઈ શકે છે અને ન તો તેમની પાસે મોબાઈલ ફોન હોય છે. એટલું જ નહીં, કોઈને પણ ઓફિસ પરિસરની બહાર જવાની પરવાનગી નથી.
બજેટનું પ્રિન્ટીંગ નોર્થ બ્લોકમાં હલવા વિધિથી શરૂ થાય છે. આ સમારોહ બજેટની તૈયારીઓ સાથે સંકળાયેલ ‘અધિકારીઓ અને કર્મચારીઓને દુનિયાથી દૂર રાખવા’ની પ્રક્રિયાના ભાગરૂપે ઉજવવામાં આવે છે. આ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સંસદમાં બજેટ રજૂ ન થાય ત્યાં સુધી નોર્થ બ્લોકના ભોંયરામાં જ રહે છે.
એટલે કે હવે આ બધા લોકો 23 જુલાઈ પછી જ અહીંથી બહાર જઈ શકશે.