For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારમાં પગાર વધવાની સાથે જવાબદેહિતા પણ નક્કી થવી જોઈએ

10:34 AM Oct 30, 2025 IST | admin
સરકારમાં પગાર વધવાની સાથે જવાબદેહિતા પણ નક્કી થવી જોઈએ

નરેન્દ્ર મોદી સરકારે અંતે સરકારી કર્મચારીઓ માટેના આઠમા પગાર પંચને રચનાને સત્તાવાર અને વિધિવત મંજૂરી આપી દીધી. મોદી સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત જાન્યુઆરી 2025 માં કરી હતી પણ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી સહિતની ઔપચારિકતાઓ બાકી હતી. આ ઔપચારિક્તા પૂરી કરીને સરકારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈના પ્રમુખપદે 8 સભ્યોના પગાર પંચની રચનાને લીલી ઝંડી આપી દીધી છે. આ પગાર પંચ 18 મહિનામાં ભલામણો સાથેનો રિપોર્ટ સરકારને સોંપશે. સરકાર આ ભલામણો સ્વીકારીને ક્યારથી તેનો અમલ શરૂૂ કરવો એ નક્કી કરશે પણ પગારવધારાનો અમલ પાછલી અસરથી થશે.

Advertisement

મતલબ કે, અમલ ગમે ત્યારે શરૂૂ થાય પગાર વધારો 1 જાન્યુઆરી, 2026થી લાગુ થઈ જશે. વાસ્તવિક અમલ અને સૈદ્ધાંતિક અમલ વચ્ચે જે પણ ગાળો હશે એ દરમિયાનનું એરિયર્સ એટલે કે પગાર તફાવત કઈ રીતે આપવો તેનો નિર્ણય સરકાર કરશે પણ મોટા ભાગે એકાદ વરસની અંદર એરિયર્સ મળી જતાં હોય છે એ જોતાં 2028ની શરૂૂઆત થાય ત્યાં સુધીમાં મોટા ભાગે એરિયર્સ મળી જવાં જોઈએ પણ 2029માં લોકસભાની ચૂંટણીમાં લાભ લેવા માટે આ નિર્ણય એકાદ વરસ પાછો ઠેલાઈ શકે છે. મતલબ કે, 2029ના જાન્યુઆરી સુધીમાં પાકે પાથે નવું પગાર ધોરણ પણ અમલી બની જશે અને કર્મચારીઓને પગાર તફાવત પણ મળી જશે. લોકસભાની 2029ની ચૂંટણી પહેલાં સરકારી કર્મચારીઓને ઘી-કેળાં થઈ જશે તેમાં શમીનમે મીનમેખ નથી કેમ કે ભાજપને 2024નો અનુભવ પાકો છે. સરકારી કર્મચારીઓનો ભરોસો પાછો જીતવા ને વધારે તો તેમના વોટ માટે હવે ભાજપ સરકાર કોઈ ચાન્સ નહીં લે. આ કારણે 2029ની લોકસભા ચૂંટણી પહેલાં આઠમા પગાર પંચનો અમલ નક્કી છે.

આઠમા પગાર પંચના અમલથી આશરે 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે કેમ કે તેમના પગાર વધી જશે. મોદી સરકારે સરકારી તંત્રમાં બેઠેલા લોકોની એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહિતા પણ નક્કી કરવી જરૂૂરી છે. આપણે ત્યાં સરકારી નોકરી કરનારા લોકોએ શું કામ કરવાનું એ નક્કી હોય છે, તેના માટે દર મહિને તેમને પગાર મળે એ પણ નક્કી હોય છે ને એ પગાર ના મળે તો સરકાર નિષ્ફળ ગઈ છે એવો કકળાટ થઈ જાય પણ સરકારી કર્મચારી કામ ના કરે તો તેને કશું થતું નથી.

Advertisement

સરકારી કર્મચારીઓની એકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહિતા નક્કી નથી તેથી સરકારી નોકરિયાત કશું કામ ના કરે તો પણ તેનું કોઈ કશું ઉખાડી શકતું નથી. સરકારી કર્મચારી કામ ના કરે ને લોકોને વણજોઈતા ધક્કા ખવડાવે તો પણ કશું થતું નથી. કોઈ તેનું કશું તોડી શકતું જ નથી. આપણા આખા સરકારી તંત્રમાં આ સ્થિતિ બધા સ્તરે છે. કર્મચારી હોય કે અધિકારી, એ કંઈ ના કરે તો પણ તેનું કોઈ કશું બગાડી શકતું નથી. આ સ્થિતિ બદલીને દરેક સરકારી કર્મચારીની જવાબદેહિતા નક્કી કરવાની છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement