For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાઇકોર્ટ જજ સામે આરોપ: સુપ્રીમની અવમાનના નોટિસ

11:15 AM Jul 30, 2025 IST | Bhumika
હાઇકોર્ટ જજ સામે આરોપ  સુપ્રીમની અવમાનના નોટિસ

અરજદાર, ડ્રાફ્ટ તૈયાર કરનાર વકીલનો ઉધડો લીધો

Advertisement

સુપ્રીમ કોર્ટે ગઇકાલે એક કડક પગલું લેતા તેલંગાણા હાઇકોર્ટના એક સિટિંગ જજ સામે અપમાનજનક આરોપ લગાવવા માટે એક અરજદાર, તેમના એડવોકટ એને ડ્રાફ્ટ તૈયાર કરનાર વકીલને અવમાનનાની નોટિસ જાહેર કરી છે.

અરજીમાં વપરાયેલી ભાષાની ગંભીર નોંધ લેતા, ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર ગવઈની આગેવાની હેઠળની ખંડપીઠે વકીલની માફી સ્વીકારવા અને અરજી પાછી ખેંચવાનો પ્રયાસ કરવાનો ઇનકાર કર્યો હતો.
ચીફ જસ્ટિસે કહ્યું કે, પહાઇકોર્ટે એક સિટિંગ જજ સામે આરોપ લગાવતા કહ્યું કે, તમે તમારા ક્લાયન્ટ સામે અવમાનને આમંત્રણ આપી રહ્યા છો. ચીફ જસ્ટિસે ચેતવણી આપતા કહ્યું કે સ્થાપિત કાયદા હેઠળ, આવી અરજીઓ પર હસ્તાક્ષર કરનારા વકીલો પણ અવમાન માટે સમાન રીતે જવાબદાર છે.

Advertisement

ચીફ જસ્ટિસે પ્રશ્ન ઉઠાવ્યો કે, આવી અરજી પર હસ્તાક્ષર કરતા પહેલા, શું કોર્ટના જવાબદાર અધિકારી તરીકે તમારી ફરજ સાવધાની રાખવાની નથી? ન્યાયિક અખંડિતતાનું રક્ષણ કરવું એ કોર્ટની ફરજ છે. અમે ન્યાયાધીશોને એક વર્તુળમાં બંધ રહેવાની મંજૂરી ન આપી શકીએ. જોકે, વકીલો અને અરજદારો આરોપો લગાવવા માટે મુક્ત હોય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement