દિલ્હીમાં શનિવારથી તમામ વાણિજ્યિક વાહનો પર પ્રતિબંધ, માત્ર BS6ને છૂટ
વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે, દિલ્હી સરકારે 1 નવેમ્બર, 2025 થી દિલ્હીની સરહદોમા ફક્ત BS6 વાણિજ્યિક વાહનોને પ્રવેશવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે. અન્ય વાહનો પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવશે મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સરકારે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે.
દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે આ નિયમ 1 નવેમ્બરથી સંપૂર્ણ અને કડક રીતે લાગુ કરવામાં આવશે. ઉલ્લંઘન કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. રેખા ગુપ્તા સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હીની બહાર નોંધાયેલા તમામ કાર્ગો વાહનો જે BS-VI ઉત્સર્જન ધોરણને પૂર્ણ કરતા નથી તેમને 1 નવેમ્બરથી દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ આદેશ હવા ગુણવત્તા વ્યવસ્થાપન કમિશન (CAQM ) ના નિર્દેશો બાદ જાહેર કરવામાં આવ્યો હતો.
દિલ્હીમા પ્રદૂષણનું સ્તર સૌથી વધુ હોય ત્યારે વાહન ઉત્સર્જન ઘટાડવા માટે આ પગલું લેવામાં આવે છે. અભ્યાસો દર્શાવે છે કે BS-VI ટેકનોલોજીવાળા એન્જિન અગાઉના એન્જિન કરતા ઓછો ધુમાડો ઉત્સર્જન કરે છે. આ ટેકનોલોજી અગાઉની ટેકનોલોજી કરતા ઘણી સ્વચ્છ છે. તે હાનિકારક કણો અને વાયુઓને પણ નોંધપાત્ર રીતે ઘટાડે છે. ઇજ-ટઈં વાહનો દ્વારા ઉત્સર્જિત કણો (PM ) અને નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx ) જેવા હાનિકારક વાયુઓને ઘટાડી શકાય છે. આ દિલ્હીની હવાની ગુણવત્તા સુધારવા તરફનું એક મોટું પગલું છે.