રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આલેલે... સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવારને મત આપી નહીં શકે

06:07 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

25 મેના રોજ દિલ્હીની તમામ 7 લોકસભા સીટો માટે છઠ્ઠા તબક્કામાં મતદાન થવાનું છે. જેનું પરિણામ 4 જૂને આવશે. દિલ્હીમાં સતત 10 વર્ષથી ઝીરો પર આઉટ રહેલી કોંગ્રેસે આ ચૂંટણી ઈંગઉઈંઅ ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને લડવાનો નિર્ણય કર્યો છે. જેથી આ વખતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પૂર્વ દિલ્હી અને પશ્ચિમ દિલ્હી એમ ચાર બેઠકો કુલ સાત બેઠકોમાંથી અઅઙને મળી છે. જયારે કોંગ્રેસને ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હી મળ્યા છે. આ ચૂંટણીમાં સૌથી મહત્વની વાત એ છે કે ગાંધી પરિવાર આ વખતે કોંગ્રેસને મત નહીં આપે.

Advertisement

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા આ વખતે સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને મત નહીં આપે. આ તમામ નેતાઓ નવી દિલ્હી લોકસભા મતવિસ્તારના મતદારો છે. આપ અને કોંગ્રેસ વચ્ચે થયેલી સમજૂતી મુજબ આ સીટ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પાર્ટીને ગઈ છે. અહીંથી પાર્ટીએ સોમનાથ ભારતીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.વર્ષ 1951માં નવી દિલ્હી લોકસભા મતવિસ્તારની રચના કરવામાં આવી હતી. 1952 થી 2009 સુધી કોંગ્રેસે અહીં દરેક ચૂંટણી લડી છે અને અત્યાર સુધી કોંગ્રેસ અહીં સાત વખત ચૂંટણી જીતી ચુકી છે. કોંગ્રેસ નેતા અજય માકન 2004 અને 2009માં અહીંથી ચૂંટાયા હતા. આ પછી ભાજપ નેતા મીનાક્ષી લેખીએ 2014 અને 2019માં અહીં ચૂંટણી જીતી હતી. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દિલ્હીમાંથી સફાયો થઈ ગયો છે. આ વખતે પાર્ટીએ આપ સાથે ગઠબંધન કર્યું છે. સાત બેઠકોમાંથી આપને 4 અને કોંગ્રેસને ત્રણ બેઠકો મળી છે.

Tags :
Congressindiaindia newsvote
Advertisement
Next Article
Advertisement