અકબરના જોધા સાથે નહીં, દાસી સાથે લગ્ન થયા હતા
રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેએ કહ્યું, ઇતિહાસમાં અકબર-જોધાના લગ્નનો ઉલ્લેખ નથી
રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડેનો દાવો હતો કે બ્રિટિશ ઇતિહાસકારોના પ્રારંભિક પ્રભાવને કારણે ભારતના ઇતિહાસમાં ઘણી ભૂલો નોંધાઈ છે, જેમાં જોધાબાઈ અને મુઘલ સમ્રાટ અકબરના લગ્નની વાર્તાનો પણ સમાવેશ થાય છે. બુધવારે સાંજે ઉદયપુરમાં એક કાર્યક્રમમાં બોલતા, બાગડેએ દાવો કર્યો હતો કે અકબરનામામાં જોધા અને અકબરના લગ્નનો કોઈ ઉલ્લેખ નથી.
તેમણે દાવો કર્યો હતો કે, એવું કહેવાય છે કે જોધા અને અકબરના લગ્ન થયા હતા અને આ વાર્તા પર એક ફિલ્મ પણ બની હતી. ઇતિહાસના પુસ્તકો પણ આવું જ કહે છે, પરંતુ તે ખોટું છે. ભારમલ નામનો એક રાજા હતો અને તેણે દાસીની પુત્રીના લગ્ન અકબર સાથે કર્યા હતા.
રાજ્યપાલના નિવેદનથી 1569માં આમેર શાસક ભારમલની પુત્રી અને અકબર વચ્ચેના લગ્નની ઐતિહાસિક માહિતી પર ફરી ચર્ચા શરૂૂ થઈ છે. સવાઈ જયસિંહ બીજાએ 1727માં જયપુરમાં રાજધાની સ્થાનાંતરિત કરી તે પહેલાં આમેર અથવા અંબર જયપુર નજીક એક રાજપૂત રાજ્ય હતું અને તેના પર કછવાહા રાજપૂતોનું શાસન હતું.
બ્રિટીશ લોકોએ આપણા નાયકોનો ઇતિહાસ બદલી નાખ્યો. તેમણે તેને યોગ્ય રીતે લખ્યો નહીં અને શરૂૂઆતમાં તેમના ઇતિહાસના સંસ્કરણને સ્વીકારવામાં આવ્યું. પાછળથી, કેટલાક હિન્દુસ્તાનીઓએ ઇતિહાસ લખ્યો પરંતુ તે હજુ પણ અંગ્રેજોથી પ્રભાવિત હતો, બાગડેએ કહ્યું.
રાજ્યપાલે રાજપૂત શાસક મહારાણા પ્રતાપે અકબરને સંધિ લખી હતી તે ઐતિહાસિક દાવાનું પણ ખંડન કર્યું. તેમણે તેને સંપૂર્ણપણે ભ્રામક ગણાવ્યું. હરિભાઉ બાગડેએ દાવો કર્યો, નસ્ત્રમહારાણા પ્રતાપે ક્યારેય પોતાની ખુદ્દારી (આત્મ સન્માન) સાથે સમાધાન કર્યું નથી. ઇતિહાસ અકબર વિશે વધુ શીખવે છે અને મહારાણા પ્રતાપ વિશે ઓછું.
જોકે, બાગડેએ કહ્યું કે પરિસ્થિતિ હવે સુધરી રહી છે. તેમણે કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં, આપણી સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસને સાચવીને ભવિષ્યના પડકારો માટે નવી પેઢીને તૈયાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હરિભાઉ બાગડેએ મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રશંસા કરી, તેમને દેશભક્તિના પ્રતીકો ગણાવ્યા. તેમણે કહ્યું, તેમના જન્મ વચ્ચે 90 વર્ષનો તફાવત છે. જો તેઓ સમકાલીન હોત, તો દેશનો ઇતિહાસ અલગ હોત. બંનેને બહાદુરી અને દેશભક્તિના સમાન દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે.