અજમેર દરગાહ: શિવ મંદિર હોવાની અરજી કરનારા હિંદુ સેનાના પ્રમુખ પર ફાયરિંગ
અજમેર દરગાહમાં મંદિર વિવાદ મામલામાં અરજદાર અને હિંદુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાની કાર પર ફાયરિંગ થયાની માહિતી સામે આવી રહી છે. વિષ્ણુ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે બે અજાણ્યા બદમાશોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું. ઘટનાની માહિતી મળતાં જ એસપી વંદિતા રાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું, હું દિલ્હી તરફ જઈ રહ્યો હતો. મેં બાઇક પર 2 લોકોને જોયા અને ફાયરિંગનો અવાજ સાંભળતા જ મેં ડ્રાઇવરને કારની સ્પીડ વધારવા કહ્યું. બાદમાં તેઓ ભાગી ગયા હતા. મને અજમેર દરગાહ કેસમાં આગળ વધતા રોકવા માટે આ એક સુનિયોજિત કાવતરું છે. આ પહેલા પણ મને કેસ પાછો ખેંચવાની ધમકીઓ મળી હતી. હું ડરતો નથી. અજમેરના એસપી વંદિતા રાણાએ કહ્યું કે તેણે પોતાની કાર પર ફાયરિંગની ફરિયાદ આપી છે. અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.
અહેવાલ મુજબ હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ પણ એક ફોટો શેર કર્યો છે. જેમાં તેની કાર પર ગોળીઓના નિશાન સ્પષ્ટ દેખાય છે. વિષ્ણુ ગુપ્તા પહેલા જ કોર્ટને કહી ચૂક્યા છે કે તેમના જીવને ખતરો છે. તેને ઘણી વખત ધમકીઓ મળી છે. ગઈ કાલે કોર્ટમાં સુનાવણી દરમિયાન પણ અમુક લોકોને જ એન્ટ્રી આપવામાં આવી હતી. જો કે આજે બે બદમાશોએ તેમની કાર પર ગોળીબાર કર્યો હતો.વિષ્ણુ ગુપ્તાએ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે જે જગ્યા પર દરગાહ બનાવવામાં આવી છે. પહેલા ત્યાં એક શિવ મંદિર હતું અને મંદિર શોધવા માટે સર્વે કરવો જોઈએ. આ મામલામાં શુક્રવારે મનમોહન ચંદેલની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની અરજીના કારણે વિવાદ સર્જાયો હતો. મુસ્લિમ ધર્મગુરુઓ અને આગેવાનોએ આ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
અને કહ્યું હતું કે આવી ઘટનાઓ દેશની એકતા અને અખંડિતતાની વિરુદ્ધ છે. આ બંધ થવું જોઈએ. સંભલ મસ્જિદ, અજમેર દરગાહ વિવાદ વચ્ચે ભોજશાળાને હિંદુઓને સોંપવાની માંગ કરી સત્યાગ્રહ શરૂૂ થયો, વાંચો સંપૂર્ણ સમાચાર