અમદાવાદ પ્લેન દુર્ઘટનાના પગલે આંતર રાષ્ટ્રીય રૂટ પર ભાડા ઘટાડતી એર ઇન્ડિયા
અમદાવાદમાં બોઇંગ 787 વિમાનના વિનાશક ક્રેશને પગલે એર ઇન્ડિયાએ અનેક આંતરરાષ્ટ્રીય રૂૂટ પર ટિકિટના ભાવમાં તીવ્ર ઘટાડો કર્યો છે - આ પગલું મુસાફરોના વિશ્વાસમાં વધતા નુકસાનને રોકવાના પ્રયાસ તરીકે વ્યાપકપણે જોવામાં આવે છે. તપાસમા જાણવા મળ્યું છે કે બોઇંગ 787 સંચાલિત અનેક રૂૂટ પરના ભાડામાં હરીફ એરલાઇન્સની તુલનામાં નાટકીય ઘટાડો જોવા મળ્યો છે. MakeMyTrip.Com પર એક નજર નાખતાં જાણવા મળ્યું છે કે એર ઇન્ડિયા (AI 143) પર દિલ્હીથી પેરિસની ટિકિટ હાલમા રૂ. 31,000 થી ઓછી કિંમતની છે - જે એર ફ્રાન્સ દ્વારા તે જ રૂૂટ પર ઓફર કરાયેલા રૂ. 64,000 ભાડા કરતાં અડધાથી પણ ઓછી છે.
એ જ રીતે AI 155 પર દિલ્હીથી એમ્સ્ટરડેમ, જે બોઇંગ 787 ફ્લાઇટ પણ છે તે રૂ. 26,200 માં ઉપલબ્ધ છે જે ઊંકખ પર રૂ. 66,000 થી વધુ છે.પૂર્વ તરફ જનારા રૂૂટ પણ આ જ વલણ દર્શાવે છે - એર ઇન્ડિયામાં દિલ્હી-હોંગકોંગ ટિકિટનો ભાવ રૂ. 13,000 થી ઓછો છે, જ્યારે કેથે પેસિફિક લગભગ ત્રણ ગણો વધારે ચાર્જ કરી રહ્યું છે. ટોક્યો જતી ફ્લાઇટ પણ એ જ પ્રકારના વિમાનમાં રૂ. 37,500 માં સૂચિબદ્ધ છે જ્યારે જાપાન એરલાઇન્સનું એ જ મુસાફરીનું ભાડું રૂ. 52,000 ની નજીક છે.
ભાડામાં ઘટાડો બોઇંગ 787 રૂૂટ પર કેન્દ્રિત છે - જે અમદાવાદ દુર્ઘટનામાં સામેલ સમાન વિમાન મોડેલ છે - જ્યારે અન્ય વિમાન પ્રકારો ભાવમાં ઓછો તફાવત દર્શાવે છે.
AI 111 (એરબસ 350 વિમાન) પર દિલ્હી-લંડન ટ્રીપ સંબંધિત બ્રિટિશ એરવેઝ ટિકિટ કરતા થોડી મોંઘી છે.પરંતુ દિલ્હી-ન્યૂ યોર્ક રૂૂટ પર, એર ઇન્ડિયા અમેરિકન એરલાઇન્સ કરતા 25% સસ્તી છે અને તેનો દિલ્હી-શિકાગો રૂૂટ (બોઇંગ 777 દ્વારા સંચાલિત) લગભગ 30% ઓછો છે.