ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદ- આગ્રા ટ્રેન ખડી પડી: કેટલાયને ઇજા

11:32 AM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

છેલ્લા ઘણા સમયથી દેશમાં ટ્રેન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના અમદાવાદથી આગ્રા કેન્ટ જનાર ટ્રેન નંબર 12548 સાથે બની છે. ટ્રેન રાત્રે લગભગ 1:00 વાગ્યે અજમેર જંકશન અને જયપુર વચ્ચે ગેગલ પાસે પાટા પરથી ખડી પડી હતી.

Advertisement

આ ટ્રેન દુર્ઘટનાને લીધે ટ્રેનના એન્જિન સહિત આગળના 4 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.આ અકસ્માતમાં ઘણા લોકોને ઈજા થઈ છે. ટ્રેન જે રૂૂટ પર હતી તે જ રૂૂટ પર આગળ માલગાડી ઊભી હતી. ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર થતાં બચી ગઈ હતી. ડ્રાઈવરને ખોટું સિગ્નલ મળ્યું કે કેમ તેની હજુ કોઈ માહિતી મળી નથી.

બીજા એન્જિન દ્વારા ટ્રેનને પાછળ ખેંચવામાં આવી હતી. ત્યારપછી ટ્રેનને ફરી અજમેર જંકશન લઈ જવામાં આવી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની જાણ થતાં અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags :
Ahmedabad-Agra trainindiaindia newsTRAIN ACCIDENT
Advertisement
Next Article
Advertisement