For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘શ્વેતપત્ર’ સામે કોંગ્રેસનું ‘બ્લેક પેપર’, ભાજપે 411 ખકઅ ખરીદ્યા

06:42 PM Feb 08, 2024 IST | Bhumika
‘શ્વેતપત્ર’ સામે કોંગ્રેસનું ‘બ્લેક પેપર’  ભાજપે 411 ખકઅ ખરીદ્યા

સરકારે 10 વર્ષમાં ઘણો વિકાસ કર્યો, તેને કોઇની નજર ના લાગે તે માટે બ્લેક પેપરને હું કાળું ટપકું માનું છું: મોદી

Advertisement

મોદી સરકાર અમને હેરાન કરી રહી છે, નોકરીઓની કયારેય વાત કતા નથી: ખડગેનો આક્રોશ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળને લઈને બ્લેક પેપર રજૂ કર્યું હતું. સંસદના બજેટ સત્રમાં મોદી સરકાર યુપીએ સરકારના શાસનમાં દેશની આર્થિક સ્થિતિ પર શ્વેતપત્ર રજૂ કરી શકે છે. જેને લઈને કોંગ્રેસ મોદી સરકારના 10 વર્ષના કાર્યકાળ સામે બ્લેક પેપર લાવી છે.

Advertisement

ખડગેએ કહ્યું કે ભાજપે 10 વર્ષમાં વિપક્ષના 411 ધારાસભ્યોને પોતાના પક્ષમાં લીધા. મોદી સરકાર અમને હેરાન કરી રહી છે અને દબાણ કરી રહી છે. તેઓ લોકશાહીને ખતમ કરી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કોંગ્રેસના બ્લેક પેપર પર નિશાન સાધ્યું. પીએમએ કહ્યું કે સરકારે છેલ્લા 10 વર્ષમાં ઘણો વિકાસ કર્યો છે. તેને કોઈની નજર ના લાગે, તે માટે કોંગ્રેસના બ્લેક પેપરને હું કાળું ટપકું માનું છું.

બુધવારે ભાજપના સાંસદ અને સંસદીય નાણાં સમિતિના અધ્યક્ષ જયંત સિન્હાએ કહ્યું હતું કે સરકારના શ્વેતપત્રમાં 2014 પહેલાની નબળી અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવશે. એ પણ જણાવવામાં આવશે કે પીએમ મોદીએ 2014 પછી આર્થિક પરિસ્થિતિ કેવી રીતે બદલી.

ખડગેએ કહ્યું કે મોદી કહે છે કે હવે આટલા પૈસા ભેગા થઈ રહ્યા છે, પહેલા કેમ થતા નહોતા, આવું કહીને તેઓ આડકતરી રીતે હેરાન અને દબાણ કરી રહ્યા છે અને ચૂંટણીમાં રુપિયા વાપરી રહ્યા છે. તેઓ આ રુપિયાનો ઉપયોગ લોકશાહીને ખતમ કરવા માટે કરી રહ્યા છે. 10 વર્ષમાં તેઓ (ઇઉંઙ) 411 ધારાસભ્યોને પોતાની તરફ લઈ ગયા. હું નથી કહેતો કે કેટલા પૈસા આપીને ખરીદ્યા. જો તેઓ અમને ડરાવીને નબળા પાડવા માંગતા હોય તો કોંગ્રેસ કે મને તેનાથી કોઈ અસર થશે નહીં.

ખડગેએ કહ્યું કે આ દેશનો સૌથી મોટો મુદ્દો છે, જેને ભાજપ સરકાર ક્યારેય ઉઠાવતી નથી. બે દિવસ પહેલા તેમણે ઙજઞ વિશે વાત કરી હતી. નેહરુ યુગની ઇંઅક, ઇંખઝ, ઇઇંઊકને તેમણે ક્યારેય કહ્યું નથી. આમાં કેટલા લોકોને સારી નોકરી મળી તે ક્યારેય કહેવામાં આવ્યું ન હતું. સરકારના કારણે ગામડાઓમાં રોજગારી ઘટી રહી છે. નરેગાના રુપિયા આપતા નથી. કેરળ, કર્ણાટક, તેલંગાણા જેવા બિન-ભાજપ શાસિત રાજ્યો સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

મનમોહનસિંહના યોગદાનને લોકો હંમેશા યાદ કરતા રહેશે: મોદી
વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ રાજ્યસભામાં 56 સાંસદોની વિદાયના અવસરે સંબોધનમાં કહ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જે રીતે દેશનું માર્ગદર્શન કર્યું છે, તેમના યોગદાનને હંમેશા યાદ કરાશે. પીએમ મોદીએ કહ્યું કે હું ડો. મનમોહન સિંહ વિશે કંઈક બોલવા માગુ છું. 6 વખત આ ગૃહમાં નેતા તરીકે અને વિપક્ષના નેતા તરીકે પણ તેમનું યોગદાન રહ્યું છે. વૈચારિક મતભેદ, ડિબેટમાં આક્ષેપબાજી એ થોડાક સમય માટે હોય છે. તેમણે આ ગૃહનું અને દેશનું માર્ગદર્શન કર્યું છે. જ્યારે પણ લોકતંત્રની ચર્ચા થશે ત્યારે તેમની પણ ચર્ચા થશે. તેમના યોગદાનને લોકો યાદ કરશે. તે વ્હિલચર પર આવ્યા અને એક સમયે વોટ આપ્યો એ પણ લોકતંત્રને તાકાત આપવા... ખાસ કરીને તેમના માટે પ્રાર્થના છે કે અમારું માર્ગદર્શન કરતાં રહે.

ક્રોધએ વિનાશની ગેરંટી છે વિકાસની નહીં: રાહુલ ગાંધી
રાજ્યસભામાં બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (7 ફેબ્રુઆરી) કોંગ્રેસ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું.આ દરમિયાન તેમણે સાંસદ રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહારો કર્યા હતા.હવે રાહુલ ગાંધી દરેક સવાલ પર પોસ્ટ કરે છે. તેમણે કહ્યું, ક્રોધ એ વિનાશની ગેરંટી છે, વિકાસની નહીં. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન, ઓડિશામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, અમારા પોસ્ટર પર ભારત જોડો ન્યાય યાત્રા લખેલી છે. આ પોસ્ટરમાં ન્યાય શબ્દ ઉમેરવામાં આવ્યો છે કારણ કે હિંસા પાછળ અન્યાય છે. આ દરમિયાન તેમણે મણિપુરનો ઉલ્લેખ કરતા ભાજપ પર આરોપ લગાવ્યો કે, ભાજપની વિચારધારાથી મણિપુર સળગ્યું છે. આજે પણ ત્યાં લોકોની હત્યા થઈ રહી છે, ઘરો સળગાવવામાં આવી રહ્યા છે, પરંતુ આજ સુધી ભારતના વડાપ્રધાને મણિપુરની મુલાકાત લીધી નથી. કદાચ. તે ત્યાં જઈ પણ શકતો નથી, કારણ કે મણિપુરના લોકો હવે તેમને નફરત કરવા લાગ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement