For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુ.પી., રાજસ્થાન બાદ મહારાષ્ટ્રમાં ટ્રેન ઊથલાવવાના કાવતરાનો પર્દાફાશ

11:10 AM Sep 11, 2024 IST | Bhumika
યુ પી   રાજસ્થાન બાદ મહારાષ્ટ્રમાં ટ્રેન ઊથલાવવાના કાવતરાનો પર્દાફાશ
Advertisement

મહારાષ્ટ્રના સોલાપુરમાં પણ માલગાડીને પલટી મારવાનું ષડયંત્ર સામે આવ્યું છે. સોલાપુર જિલ્લાના કુર્દુવાડી સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર સિમેન્ટનો મોટો પથ્થર મળ્યો છે. લોકો પાયલોટની સતર્કતાના કારણે અકસ્માત ટળી ગયો હતો. રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયરે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ ચાલુ છે.

આ અગાઉ તપાસ એજન્સીઓને કાનપુરમાં ટ્રેન ઉથલાવવાના કાવતરામાં ઈંજઈંજના ખોરાસાન મોડ્યુલની સંડોવણી હોવાની શંકા છે. આ મોડ્યુલ સાથે જોડાયેલા આતંકવાદીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જેહાદી બનાવવામાં આવે છે એટલે કે તેમનું બ્રેઈનવોશ કરવામાં આવે છે. તેમને સોશિયલ મીડિયા દ્વારા બોમ્બ બનાવવા જેવી ટ્રેનિંગ આપવામાં આવે છે. રેલ્વે ટ્રેક પરથી જે પ્રકારનું મટીરીયલ મળી આવ્યું છે તેના કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોપીઓ સ્વયં કટ્ટરપંથી બની શકે છે.

Advertisement

રાજસ્થાનના અજમેરમાં, બદમાશોએ સરધના અને બાંગર ગ્રામ રેલ્વે સ્ટેશનો વચ્ચે બે સ્થળોએ 70 કિલો વજનના સિમેન્ટના બ્લોક્સ મૂક્યા હતા. સદનસીબે ટ્રેન તેમને તોડીને આગળથી પસાર થઈ હતી અને કોઈ અકસ્માત થયો ન હતો. આ ઘટના રવિવારે રાત્રે ફૂલેરાથી અમદાવાદ રૂૂટ પર બની હતી. આ માલગાડી ફુલેરાથી અમદાવાદ જઈ રહી હતી. મળતી માહિતી મુજબ, જઈંઝ આ મામલાની તપાસ કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement