ત્રણ દિવસના ઘટાડા બાદ શેરબજારમાં રોનક, સેન્સેકસ 1 હજાર અંક ઉછળ્યો
ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધના માહોલ વચ્ચે પણ આજે ત્રણ દિવસના ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો અને સેનસેકસ નિફટીમાં ઉછાળો જોવાયો હતો. એક તબક્કે સેનસેકસ 974 અંક તેમજ નિફટી 295 અંક ઉંચકાયા હતા. રિઝર્વ બેંક દ્વારા પ્રોજેકટ નિયમોમાં છુટછાટ અપાતા બજાર ઉપર તેની સકરાત્મક અસર જોવાઇ હતી.
સેન્સેકસ ગઇકાલે 81361 અંકના સ્તરે બંધ થયા બાદ આજે સવારે માત્ર સાત અંકના વધારા સાથે 81354ના સ્તરે ખુલ્યો હતો અને એક તબકકે ઇન્ટ્રા ડે 81323નો લો બનાવ્યા બાદ બજારમાં રિકવરી આવતા સેનસેકસ 1050 અંક વધીને 28280 અંકના સ્તરે પહોંચ્યો હતો.
આજ રીતે નિફટી પણ સવારે ફલેટ ખુુલ્યા બાદ એક ઇન્ટ્રા ડે ઘટીને 24703નો લો બનાવ્યો હતો અને ત્યારબાદ 332 અંક વધીને 25125 અંકનો આજનો હાઇ બનાવ્યો હતો. આ સિવાય આજે બીએસઇ મિડકેપમા 1.09 ટકા અને સ્મોલકેપમા પણ 0.75 ટકા સુધીનો વધારો જોવા મળ્યો તો.
જયારે સોના-ચાંદીનાં ભાવોમા આજે થોડુ કરેકશન જોવા મળ્યુ હતુ. બપોરે ત્રણ વાગ્ય 24 ગ્રામ સોનાનો ભાવ રૂ. 600 ઘટીને 1 લાખ 480 તથા 22 કેરેટનો ભાવ રૂ. 550 ઘટીને 92100 ઉપર ટ્રેડ કરતો હતો. આજ રીતે ચાંદીનાં ભાવમા પણ કિલે રૂ. બે હજારનો ઘટાડો નોંધાતા આજે કિલોનો ભાવ રૂ. 1 લાખ 10 હજાર રહયો હતો.