શેરબજાર બાદ સોના-ચાંદીની પણ ઓલ ટાઇમ હાઇ તરફ દોટ
છેલ્લા એક સપ્તાહથી શેર બજારની તેજીને થોડી બ્રેક લાગી છે પરંતુ સોના-ચાંદી માર્કેટમા પોઝીટીવ ગ્લોબલ સંકેતોને પગલે ફરી ઓલ ટાઇમ હાઇ તરફ જતા રહયા છે . સોનામા આજે 550 રૂપીયા અને ચાંદીમા રૂ. 1200 નો વધારો જોવા મળ્યો છે.
સેન્ટ્રલ બેંક દ્વારા નવી ખરીદી તેમજ યુએસ ટ્રેડ રેટ કટનાં ડીસેમ્બરનાં અનુમાન વચ્ચે સોના-ચાંદીનાં ભાવમા વધારો થઇ રહયો છે ભારતીય બજારમા પણ લગ્ન સિઝનને કારણે સ્થાનીક ખરીદીમા વધારો થયો છે જેનાં પગલે ભારતીય બજારમા પણ મજબુત વલણતા પગલે સોના-ચાંદીનાં ભાવમા વધારો થઇ રહયો છે.
આજે એમસીએકસમા 126,050 ની સપાટીએ પહોંચ્યો છે . આંતર રાષ્ટ્રીય બજારમા સોનુ આજે 4187 ડોલર સુધી પહોંચ્યુ છે રાજકોટની બજારમા સોનાનો 10 ગ્રામનો ભાવ 130,650 નો જોવા મળી રહયો છે. દિવાળી સમયે સોનામા આવેલી તેજીનાં સમયે સોનુ એમસીએકસમા 1,26,950 નો ઓલ ટાઇમ હાઇ જોવા મળ્યો હતો સોનુ હવે એ ઓલ ટાઇમ હાઇથી માત્ર 900 રૂપિયા દુર છે તો બીજી તરફ ચાંદીમા પણ આજે 1200 રૂપીયાનો વધારો જોવા મળતા ચાંદી પણ ઓલ ટાઇમ હાઇની નજીક જઇ રહી છે . આજે એમસીએકસ પર ચાંદી 1,63,650 પર પહોંચ્યો છે. 17 ઓકટોબરનાં રોજ 1,70,415 નો ઓલ ટાઇમ જોવા મળ્યો હતો.
આજે રાજકોટની બજારમા ચાંદીનો ભાવ પ્રતિ કિલોનાં 168,000 સુધી જોવા મળી રહયો છે શેર બજારમા આજે મામુલી તેજી જોવા મળી હતી સેન્સેકસ 100 પોઇન્ટનાં અને નીફટી 30 પોઇન્ટ ઉપર ટ્રેડ કરી રહયો છે આજે નીફટી ઓટો, મેટલ અને ફાર્માનાં શેરોમા થોડી ખરીદી જોવા મળી રહી છે.