For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેમી સાથે માતાને જોઇ ગયા પછી યુવકે બન્નેની હત્યા કરી

06:11 PM Nov 29, 2025 IST | Bhumika
પ્રેમી સાથે માતાને જોઇ ગયા પછી યુવકે બન્નેની હત્યા કરી

હરિયાણાના સિરસામાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકે તેની માતા અને તેના પ્રેમીની હત્યા કરી, તેમના મૃતદેહ કારમાં મૂક્યા અને પોતે પોલીસ સ્ટેશન લાવ્યો. તેણે પોલીસને કહ્યું કે મૃતદેહ કારમાં હતા અને તેમને તે કાઢવા કહ્યું. યુવકના નિવેદનથી પોલીસ ચોંકી ગઈ. જ્યારે તેમણે કાર ખોલી ત્યારે તેમને એક મહિલા અને એક પુરુષના મૃતદેહ મળ્યા.

Advertisement

પોલીસે બંને મૃતદેહને પોતાના કબજામાં લીધા અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધા. આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન, યુવકે કહ્યું, નસ્ત્રમારી માતાના એક પાડોશી સાથે ગેરકાયદેસર સંબંધો હતા. મને ઘણા દિવસોથી આ શંકા હતી. મેં મારી માતાને આ પહેલા ઘણી વાર સમજાવ્યું હતું, પરંતુ તેણે સાંભળ્યું નહીં. ગુરુવારે રાત્રે મેં તેમને રંગે હાથે પકડ્યા, ત્યારબાદ મેં બંનેની હત્યા કરી દીધી.સ્ત્રસ્ત્ર
ગુરુવારે રાત્રે એક યુવકે તેની માતા અને પાડોશીને રંગે હાથે સેક્સ કરતા પકડી લીધા. ગુસ્સામાં આવીને તેણે સ્કાર્ફ વડે તેમનું ગળું દબાવીને હત્યા કરી દીધી. મૃતક મહિલાની ઓળખ 42 વર્ષીય અંગૂરી દેવી અને તેના 45 વર્ષીય પ્રેમી લેખરાજ તરીકે થઈ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement