For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રશિયા બાદ હવે વડાપ્રધાન મોદી ઓગસ્ટમાં યુક્રેન જશે

11:19 AM Jul 27, 2024 IST | admin
રશિયા બાદ હવે વડાપ્રધાન મોદી ઓગસ્ટમાં યુક્રેન જશે

પુતિન સાથેની મુલાકાત બાદ યુક્રેને નારાજગી દર્શાવી હતી

Advertisement

તાજેતરમાં PM મોદીએ રશિયાની મુલાકાત લીધા બાદ હવે મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રશિયા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટ મહિનામાં યુક્રેનની મુલાકાતે જવાના છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. 2022માં યુક્રેન પર રશિયાના હુમલા બાદ ઙખ મોદીની કિવની આ પ્રથમ મુલાકાત હશે. ઙખ મોદીની આ મુલાકાત રશિયાની મુલાકાતના લગભગ એક મહિના બાદ થઈ રહી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ઙખ મોદીની મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત અંગે જાહેરમાં નારાજગી દર્શાવી હતી. આવી સ્થિતિમાં ઙખ મોદીની આ મુલાકાતને યુક્રેનની સાથે રશિયાને પણ શાંત રાખવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ઙખ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, ઙખ મોદીએ તેમનું આમંત્રણ સ્વીકારી લીધું છે અને તેઓ 23 ઓગસ્ટની આસપાસ યુક્રેનની મુલાકાત લઈ શકે છે. જોકે તારીખોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Advertisement

આ પહેલા વડાપ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી ઈટાલીમાં જી7 સમિટ દરમિયાન મળ્યા હતા. લગભગ એક મહિના પહેલા યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓ ગળે મળતા જોવા મળ્યા હતા. લોકસભા ચૂંટણી બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર જીત્યા ત્યારે ઝેલેન્સકીએ તેમને એ જ દિવસે અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement