કોલકાતા- બદલાપુર બાદ છત્તીસગઢમાં ક્રુરતાએ હદ વટાવી..મેળામાં આવેલી એક મહિલા પર 8 લોકોએ ગુજાર્યો સામૂહિક બળાત્કાર
છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં એક આદિવાસી મહિલા પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. રાયગઢ જિલ્લામાં 27 વર્ષીય આદિવાસી મહિલા પર આઠ પુરુષો દ્વારા કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો, પોલીસે આજે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે પુસૌર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં બની હતી જ્યારે પીડિતા રક્ષાબંધનનો તહેવાર મનાવીને સ્થાનિક મેળામાં જઈ રહી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાએ મંગળવારે આ સંબંધમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ પોલીસે એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરી. ફરિયાદ મુજબ, કેટલાક લોકોએ કથિત રીતે તેને રોકી અને બળજબરીથી નજીકના તળાવના કિનારે લઈ ગયા, તેને ત્યાં લઈ જઈને બધાએ એક પછી એક તેના પર બળાત્કાર કર્યો. અધિકારીએ જણાવ્યું કે પીડિતાની ફરિયાદના આધારે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
બિલાસપુર રેન્જ આઈજી સંજીવ શુક્લાએ જણાવ્યું કે આ ઘટના સોમવારે સાંજે બની હતી. જણાવ્યું કે મહિલા સોમવારે સ્થાનિક મેળામાં ગઈ હતી. તે એક આરોપીને ઓળખતી હતી અને બંનેએ સ્થાનિક બજાર પાસે મળવાનું નક્કી કર્યું. જ્યારે મુખ્ય આરોપી તેને મળ્યો ત્યારે તે અન્ય આરોપીઓ સાથે હતો. મહિલાના કહેવા પ્રમાણે, મુખ્ય આરોપી સાથે રહેલા આઠ શખ્સોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. ઘટના બાદ આરોપીએ મહિલાને ધમકી પણ આપી હતી. જે બાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.
આઈજીએ કહ્યું કે મંગળવાર રાત સુધી અમે છ લોકોની ધરપકડ કરી હતી. બે આરોપીઓ ફરાર છે. રાયગઢના પોલીસ અધિક્ષક દિવ્યાગ પટેલે જણાવ્યું હતું કે તેઓ સંડોવાયેલા અન્ય લોકો વિશે જાણવા માટે ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહ્યા છે અને તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
એસપીએ કહ્યું કે પુસૌર પોલીસે આ મામલે સામૂહિક બળાત્કારનો કેસ નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. અમે આરોપીની ઓળખ જાહેર કરી રહ્યા નથી કારણ કે તેનાથી તપાસમાં અવરોધ આવી શકે છે. મામલો ગંભીર છે. દરમિયાન, રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે આ ઘટનાને ગંભીર ગણાવી હતી અને તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને સજાની માંગ કરી હતી.