For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

HDFC બાદ એક્સિસ બેંક પણ PAYTMને ઉગારવા તૈયાર

11:42 AM Feb 13, 2024 IST | Bhumika
hdfc બાદ એક્સિસ બેંક પણ paytmને ઉગારવા તૈયાર

સંકટના આ સમયમાં એક્સિસ બેંકે પેટીએમ તરફ મદદનો હાથ લંબાવ્યો છે. એક્સિસ બેંકના MD અને CEO અમિતાભ ચૌધરીએ કહ્યું છે કે જો તે પેટીએમ પેમેન્ટ્સ બેંકને ભારતીય રિઝર્વ બેંકની મંજૂરી મળે તો તેની સાથે કામ કરવા તૈયાર છે.અગાઉ એચડીએફસી બેંકના પરાગ રાવે પણ આ બાબતની વાતચીતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે બેંકો પેટીએમના મુદ્દા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

Advertisement

આ મામલામાં ઉતાર -ચઢાવ તરફ પર અમારું સંપૂર્ણ ધ્યાન છે. આ પહેલા સોમવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પણ સ્પષ્ટતા કરી હતી કે કેન્દ્રીય બેંક તેના નિર્ણય બાબતે કોઈ સમીક્ષા કરશે નહીં.અમિતાભ ચૌધરીએ સોમવારે કહ્યું કે તેઓ પેટીએમ સાથે કામ કરવા તૈયાર છે. જો કે, આ મુદ્દો નિયમનકારી મંજૂરી પર મુખ્ય આધાર રાખે છે. ચૌધરીએ ઉમેર્યું હતું કે જો તેમને છઇઈં તરફથી પરવાનગીમળે તો તેઓ ચોક્કસપણે પેટીએમ પેમેન્ટ્સ બેંક સાથે કામ કરવા તૈયારી બતાવાઈ રહ્યા છે. પ્રાઈવેટ સેક્ટર બેન્કના સીઈઓ ચૌધરીએ જણાવ્યું હતું કે પેમેન્ટ્સ બેન્ક આ સેક્ટરની એક અગ્રણી કંપની તરીકે ઓળખાય છે. હુરુન અને એક્સિસ બેંક દ્વારા બનાવવામાં આવેલ હુરુન ઈન્ડિયા 500 લિસ્ટને લોન્ચ કરતી વખતે તેમણે આ સંદર્ભમાં આ બાબતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement