ડીઝલ, ઇલેક્ટ્રિક બાદ હવે હાઇડ્રોજન ગેસથી દોડશે ટ્રેન
11:03 AM Oct 03, 2024 IST
|
Bhumika
Advertisement
Advertisement
ભારતીય રેલવેએ હાલની ડીઝલ ઈલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટ ટ્રેનોમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ઈન્સ્ટોલ કરવા માટેના એક પાઈલટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. ભારતની પ્રથમ હાઈડ્રોજન ઈંધણવાળી ટ્રેનનો પ્રોટોટાઈપ ડિસેમ્બરમાં હરિયાણાના જીંદ-સોનીપત સેક્શનમાં ચલાવવામાં આવશે. આ તેની ટ્રાયલ હશે. હાઇડ્રોજન ઇંધણવાળી ટ્રેનો હાલમાં વિશ્વના માત્ર ચાર દેશોમાં ચાલે છે: જર્મની, ફ્રાન્સ, સ્વીડન અને ચીન. ભારત પાંચમો દેશ બનશે. ટ્રાયલ પછી, રેલવે હાઈડ્રોજન ફોર હેરિટેજ પહેલ હેઠળ 35 હાઈડ્રોજન ટ્રેનો રજૂ કરવાની યોજના બનાવી રહી છે. દરેક ટ્રેનનો ખર્ચ 80 કરોડ રૂૂપિયા થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રૂૂ. 70 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
Next Article
Advertisement