For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોત બાદ ઊંટ બની જાય છે સાયલન્ટ બોમ..નજીક જવાથી થઈ શકે છે મોત

02:51 PM Aug 23, 2024 IST | Bhumika
મોત બાદ ઊંટ બની જાય છે સાયલન્ટ બોમ  નજીક જવાથી થઈ શકે છે મોત
Advertisement

રાજસ્થાનના લોકો તેમના ઊંટને ખૂબ જ પ્રેમ કરે છે. અને તેનો તે પોતાના બાળકની જેમ ઉછેર કરે છે. પરંતુ જ્યારે ઊંટનું મૃત્યુ થાય છે, ત્યારે તે ન તો ઊંટના મૃતદેહના નજીક જાય છે અને ન તો અન્ય કોઈને તેના નજીક જવા દે છે.

મૃત્યુ પછી ઊંટનું મૃતદેહ બોમ્બ જેવું બની જાય છે. આવી સ્થિતિમાં, તમારી એક ભૂલ અને ઊંટની લાશ બોમ્બની જેમ ફૂટી શકે છે. ચાલો જાણીએ કે મૃત્યુ પછી ઊંટના શરીરનું શું થાય છે કે તે બોમ્બ જેવું થઈ જાય છે.

Advertisement

મૃત્યુ પછી, ઊંટના ખૂંધમાં હાજર ચરબી લાંબા સમય સુધી જમા રહે છે. બાદમાં ધીમે ધીમે તેમાંથી મિથેન ગેસ ઉત્પન્ન થવા લાગે છે. આ સિવાય જ્યારે ઊંટનું શરીર અંદરથી સડવા લાગે છે, ત્યારે કાર્બન ડાયોક્સાઈડ, નાઈટ્રોજન અને આવા અનેક ખતરનાક વાયુઓ ઊંટના આંતરડાની અંદર બનવા લાગે છે અને શરીરમાં ભરાવા લાગે છે.

આના કારણે ઊંટનું પેટ ફૂલી જાય છે અને સંપૂર્ણ ચુસ્ત બની જાય છે. આ સ્થિતિમાં, જો કોઈ ઊંટના શરીર સાથે છેડછાડ કરે છે, તો તે ફાટી શકે છે. તેનો વિસ્ફોટ એટલો ભયંકર છે કે જો કોઈ તેની નજીક આવે તો તે ગંભીર રીતે ઘાયલ થઈ શકે છે.

એવું નથી કે આવું માત્ર ઊંટ સાથે જ થાય છે. જો કોઈપણ પ્રાણીના મૃતદેહને ખુલ્લામાં છોડી દેવામાં આવે તો તે ફુગ્ગાની જેમ ફૂલી જાય છે અને પછી બોમ્બની જેમ ફૂટી જાય છે. આ જ કારણ છે કે લોકો પ્રાણીઓના મૃત્યુ પછી તેમને માટીમાં દાટી દે છે. આમ કરવાથી શરીર ધીમે ધીમે માટીમાં વિઘટિત થાય છે.

તેથી, જ્યારે પણ તમે ખુલ્લામાં કોઈ પ્રાણીનો મૃતદેહ જુઓ, તો ભૂલથી પણ તેની નજીક ન જાવ, આવું કરવું તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. હકીકતમાં, જ્યારે પ્રાણીનું શરીર વિસ્ફોટ કરે છે, ત્યારે તેના હાડકાં અને માંસના મોટા ટુકડા તમને ઇજા પહોંચાડી શકે છે. થોડા મહિના પહેલા રાજસ્થાનના બિકાનેરમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યારે એક વ્યક્તિ ઊંટના મૃતદેહની ઝપેટમાં આવવાથી ઈજાગ્રસ્ત થયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement