For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેપ બાદ શરીરમાં ખિલ્લો ઠોકયો, પછી જીવતી સળગાવી, હેવાનિયતની હદ પાર

04:27 PM Nov 15, 2024 IST | admin
રેપ બાદ શરીરમાં ખિલ્લો ઠોકયો  પછી જીવતી સળગાવી  હેવાનિયતની હદ પાર

મણિપુરમાં 3 સંતાનોની માતાની હત્યાનો પીએમ રિપોર્ટ જાહેર

Advertisement

મણિપુર હિંસાની આગમાં ભડકે બળી રહ્યું છે. અનેક ખૌફનાક કહાનીઓ અત્યાર સુધી સામે આવી છે જેણે દેશને હચમચાવી દીધો છે. ગત વર્ષે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને જાહેરમાં પરેડ કરાવવાની ઘટનાને પીએમ મોદીએ રાષ્ટ્રીય શર્મ ગણાવી હતી. આમ છતાં હિંસા ગ્રસ્ત રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની બર્બરતા વધી રહી છે. 7 નવેમ્બરે જીરીબામ જિલ્લાના એક ગામમાં હથિયારબંધ હુમલાખોરોએ એક ઘરમાં ઘૂસીને 3 બાળકોની માતા સાથે હેવાનીયત આચરી.

31 વર્ષની આદિવાસી મહિલાનો બળાત્કાર કરતા પહેલા તેને પર ખુબ અત્યાચાર કરાયો. ત્યારબાદ તેને જીવતી બાળી મૂકી. ઓટોપ્સી રિપોર્ટથી જાણવા મળે છે કે મહિલા સાથે હેવાનો જેવો વર્તાવ કરવામાં આવ્યો હતો.
મહિલાના પતિએ જે એફઆઈઆર નોંધાવી તેમાં કહ્યું છે કે ઘરની અંદર નિર્દયતાથી હત્યા કરતા પહેલા તેનો બળાત્કાર કરવામાં આવ્યો હતો. જો કે અસમના સિલચર મેડિકલ કોલેજમાં થયેલા પોસ્ટમોર્ટમમાં એ જાણી શકાયું નહીં કે મહિલાનો રેપ કરાયો હતો કે નહીં. કારણ કે તેના બળેલા શરીરને જોતા ડોક્ટરોએ યોનિથી સ્મીયર લેવાની કોઈ પણ સંભાવનાને ફગાવી દીધી હતી.

Advertisement

મહિલાનું શરીર 99 ટકા સુધી બળી ગયું હતું. હાડકાં સુદ્ધા રાખ બની ગયા હતા. ઓટોપ્સી રિપોર્ટ એટલો ભયાનક છે કે તેના વિશે વધુ લખવું પણ શક્ય નથી. રિપોર્ટમાં જમણી જાંઘની પાછળ એક ઘા અને ડાબી જાંઘમાં ધાતુનો એક ખિલ્લો ફસાયેલો હોવાની વાત છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જમણો ઉપરનો અંગ, બંને નીચેલના અંગોના ભાગ અને ચહેરાની સંરચના ગાયબ છે.

કુકી-જો સંગઠનોએ ઘટનાની ટીકા કરતા તેને બર્બર ગણાવી. તેમણે સુરક્ષા એજન્સીઓ દ્વારા હત્યારાઓની ઓળખ ન કરી શકવા પર નારાજગી વ્યક્ત કરી. અત્રે જણાવવાનું કે મણિપુરમાં ગત વર્ષ મે મહિનામાં જાતીય હિંસા શરૂૂ થઈ. આ હિંસામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે. જીરીબામમાં નવેસરથી હિંસા ભડક્યા બાદ ગત સપ્તાહથી તણાવની સ્થિતિ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement