6 દિવસ બંધ રહયા પછી દેશના 32 એરપોર્ટ આજથી ફરી ખોલાયા
ભારતે સોમવારે સવારે દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં 32 એરપોર્ટ ફરીથી ખોલ્યા જે 7 મેની સવારથી બંધ હતા, જ્યારે તેણે નસ્ત્રઓપરેશન સિંદૂરસ્ત્રસ્ત્ર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર લશ્કરી હુમલા કર્યા હતા.7 મેથી 10 મે દરમિયાન, સરહદ પારથી તીવ્ર ડ્રોન અને મિસાઈલ હુમલા થયા હતા. 10 મેની બપોરે, બંને દેશોએ યુદ્ધવિરામની જાહેરાત કરી, લશ્કરી કાર્યવાહી અટકાવી દીધી હતી .
અંબાલા, અમૃતસર, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હિંડોન, જેસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, લેહ, લુધિયાણા, મુન્દ્રા, પોરબંદર, રાજકોટ (હિરાસર), શિમલા અને શ્રીનગર જેવા મુખ્ય શહેરોના એરપોર્ટ 7 મેથી બંધ રહ્યા હતા, જેના કારણે એરલાઈન્સને સેંકડો ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી.
સોમવાર સવારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા એરમેનને જારી કરાયેલી નોટિસ અનુસાર, બધા 32 એરપોર્ટ હવે ખુલ્લા હતા. જાણ કરવામાં આવે છે કે આ એરપોર્ટ હવે તાત્કાલિક અસરથી સિવિલ એરક્રાફ્ટ ઓપરેશન્સ માટે ઉપલબ્ધ છે. મુસાફરોને એરલાઇન્સ સાથે સીધી ફ્લાઇટ સ્ટેટસ તપાસવાની અને નિયમિત અપડેટ્સ માટે એરલાઇન વેબસાઇટ્સનું નિરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવે છે અઅઈં એ નોંધ્યું .7 મેની સવારે, ભારતે 10 મેના રોજ સવારે 5.29 વાગ્યા સુધી આ એરપોર્ટ બંધ રાખ્યા હતા. બાદમાં બંધ 15 મેના રોજ સવારે 5.29 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો હતો. ઉડ્ડયન ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, 7 મેથી સોમવાર સવારની વચ્ચે આ 32 એરપોર્ટ પર લગભગ 1,500 ફ્લાઇટ્સ ઓપરેટ થવાની હતી. બંધ થવાને કારણે આ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ઇન્ડિગોએ સોમવારે X પર જણાવ્યું હતું કે તાજેતરના સરકારી નિર્દેશો અનુસાર એરપોર્ટ ફ્લાઇટ કામગીરી માટે ખુલ્લા હતા.
નસ્ત્રઅમે અગાઉ બંધ કરાયેલા રૂૂટ પર ધીમે ધીમે કામગીરી શરૂૂ કરીશું. જેમ જેમ સેવાઓ ધીમે ધીમે સામાન્ય થાય છે, તેમ તેમ હજુ પણ થોડા વિલંબ અને છેલ્લી ઘડીના ગોઠવણો થઈ શકે છે.