વાંધાજનક ફોટા દૂર કરવા ઐશ્ર્વર્યા બાદ અભિષેક પહોંચ્યો હાઈકોર્ટ
ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના વ્યક્તિત્વ અધિકારો (પર્સનાલી રાઇટ્સ) અંગે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યા બાદ, હવે તેનો પતિ અભિષેક બચ્ચન પણ હાઇકોર્ટ પહોંચ્યો છે. એક્ટ્રેસે વ્યક્તિત્વ અધિકારો અંગે દિલ્હી હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી હતી. અભિષેક બચ્ચનની અરજી પર સુનાવણી કર્યા પછી, દિલ્હી હાઈકોર્ટે ગુગલ, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઇબે વગેરે જેવા પ્લેટફોર્મ પર તેમના વ્યક્તિત્વ અધિકારોનું ઉલ્લંઘન કરતા વેબપેજ/પ્રોડક્ટ પેજ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
વકીલે કહ્યું કે અભિષેક બચ્ચનની છબી ખરાબ કરવા અને જાતીય રીતે વાંધાજનક સામગ્રી બનાવવા માટે AI સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલીક વેબસાઇટ્સ તેમના હસ્તાક્ષરવાળી વસ્તુઓ વેચી રહી છે. વિવિધ એક્ટ્રેસ સાથે તેમનું નામ જોડીને નકલી સમાચાર અને AIથી બનાવેલા ફોટા ફેલાવવામાં આવી રહ્યા છે. જસ્ટિસ તેજસે કહ્યું કે, ‘તમારે દરેક પ્લેટફોર્મ માટે ચોક્કસ URL આપવા પડશે. અમે ગૂગલને YouTube લિંક્સ દૂર કરવા માટે નિર્દેશ આપી શકીએ છીએ, પરંતુ તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્યને પક્ષકાર બનાવ્યા નથી. આ દસ્તાવેજને પ્રતિવાદી મુજબ વિભાજિત કરવામાં આવશે. ત્યાર બાદ ઓર્ડર પસાર કરવામાં આવી શકે છે. અમે કોઈ એવો રાહત આદેશ પસાર ન કરી શકીએ જેની માંગ અરજીમાં કરવામાં નથી આવી. એકવાર યુઆરએલની ઓળખ થઈ ગયા બાદ, અમે પ્લેટફોર્મને તેને દૂર કરવાનો નિર્દેશ આપી શકીએ છીએ. અભિષેકના વકીલે કહ્યું કે, જો સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવે, તો તે ભવિષ્યમાં તેને ફરીથી અપલોડ કરનારાઓને પણ અટકાવશે. જોકે, હાઈકોર્ટે કહ્યું કે હાલ માટે આ પ્લેટફોર્મ્સે વાંધાજનક સામગ્રી દૂર કરવી જોઈએ. અમે વિગતવાર આદેશ પસાર કરીશું. તે આદેશોનું 2 અઠવાડિયામાં પાલન કરવું પડશે.