ગુજરાતમાં 3500 કરોડ બાદ દિલ્હીમાંથી 900 કરોડના ડ્રગ્સ સાથે બેની ધરપકડ
82.5 કિલો હાઇ-ગ્રેડ કોકેઇન ઓસ્ટ્રેલિયા મળે તે પહેલાં પકડી લેવાયું
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે દિલ્હીમાં 80 કિલોથી વધુ કોકેન જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 900 કરોડ રૂૂપિયા છે. જ્યારે ગુજરાતમાં પણ ભારતીય નૌકાદળ, ગુજરાત અઝજ અને NCBએ ગુજરાતના દરિયાકાંઠેથી 700 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કર્યું હતું. આ કેસમાં આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
ગૃહમંત્રી અમિત શાહે આ મામલે ગઈઇને અભિનંદન પાઠવ્યા અને ડ્રગ્સ મુક્ત ભારત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે એક જ દિવસમાં ગેરકાયદે ડ્રગ્સ સામે સતત બે મોટી સફળતાઓ ડ્રગ્સ મુક્ત ભારત માટે મોદી સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. ગઈઇએ દિલ્હીમાં 82.53 કિલો હાઈ-ગ્રેડ કોકેઈન જપ્ત કર્યું હતું.
ગઈઇએ પશ્ચિમ દિલ્હીના નાંગલોઈ અને જનકપુરી વિસ્તારમાંથી 82 કિલોથી વધુ કોકેઈન જપ્ત કર્યું છે. આ ક્ધસાઈનમેન્ટ એક કુરિયર ઓફિસમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું, જે ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દિલ્હી અને સોનીપતના રહેવાસી છે. અમિત શાહે જણાવ્યું હતું કે માલસામાનને બોટમ-ટુ-ટોપ એપ્રોચ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને ડ્રગ્સ સામેની ઝુંબેશ નિર્દયતાપૂર્વક ચાલુ રહેશે.