For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

24 વર્ષ બાદ સાઉથના બાદશાહ રજનીકાંતની બોલીવુડમાં એન્ટ્રી

12:50 PM Feb 29, 2024 IST | Bhumika
24 વર્ષ બાદ સાઉથના બાદશાહ રજનીકાંતની બોલીવુડમાં એન્ટ્રી

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતની ફેન ફોલોઈંગ હંમેશા વધારે રહી છે. દક્ષિણથી લઈને ઉત્તર ભારતમાં લાખો ચાહકો તેની એક્ટિંગ અને ફિલ્મોના દિવાના છે. સાઉથ ઉપરાંત રજનીકાંતે બોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જ્યાં પણ તેમને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે, પરંતુ દિગ્ગજ સુપરસ્ટાર 24 વર્ષથી બોલીવૂડ ફિલ્મોથી દૂર છે. હવે રજનીકાંતે પોતાનો 24 વર્ષનો વનવાસ ખતમ કરવાનો નિર્ણય લીધો છે. તે ફરી એકવાર બોલીવૂડ ફિલ્મોમાં કમબેક કરવા માટે તૈયાર છે.

Advertisement

રજનીકાંતે બોલીવૂડના જાણીતા નિર્માતા-નિર્દેશક સાજિદ નડિયાદવાલા સાથે સહયોગ કર્યો છે. સાજિદ નડિયાદવાલાએ સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી છે. તેણે તેના ડ એકાઉન્ટ પર રજનીકાંત સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું, મહાન રજનીકાંત સર સાથે સહયોગ કરવો એ સાચા સન્માનની વાત છે! અમે સાથે મળીને આ અનફર્ગેટેબલ પ્રવાસ શરૂૂ કરવાની તૈયારી કરી રહ્યા છીએ! રજનીકાંતની બોલીવૂડમાં તેની છેલ્લી ફિલ્મ બુલંદી હતી. આ ફિલ્મ વર્ષ 2000માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બુલંદીમાં રજનીકાંતની સાથે અનિલ કપૂર, રવિના ટંડન અને રેખા મુખ્ય ભૂમિકામાં હતા. તે છેલ્લે લાલ સલામ ફિલ્મમાં જોવા મળ્યો હતો. જો કે તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. લાલ સલામનું નિર્દેશન ઐશ્વર્યા રજનીકાંતે કર્યું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement