For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે સંતાનોની મા સાથે અફેર, બ્રેક-અપ પછી ખેલાયો ખૂની ખેલ

05:50 PM Jun 10, 2025 IST | Bhumika
બે સંતાનોની મા સાથે અફેર  બ્રેક અપ પછી ખેલાયો ખૂની ખેલ

Advertisement

એક સોફ્ટવેર એન્જિનિયરે ઘઢઘ હોટેલમાં એક પરિણીત મહિલા અને બે બાળકોની માતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી. 25 વર્ષીય એન્જિનિયર 33 વર્ષીય મહિલાના પ્રેમમાં પાગલ હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે, જ્યારે મહિલાએ સંબંધ ખતમ કરવાની વાત કરી, તો આ યુવક હેવાન બની ગયો. તેણે તેની ઉંમરથી મોટી ગર્લફ્રેન્ડ પર છરીથી 17 વાર હુમલો કર્યો. આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી, પરંતુ બે દિવસ પછી પ્રકાશમાં આવી હતી.

Advertisement

33 વર્ષીય હરિનીને તેના 25 વર્ષીય પ્રેમી યશસે એક હોટલના રૂૂમમાં છરીના ઘા મારીને હત્યા કરી હતી. સુબ્રમણ્યપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે હરિની અને યશ વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી. આ સંબંધને કારણે હરિનીના પરિવારમાં ઝઘડા થતાં હતા. તેથી હરિનીએ યશને કહ્યું કે, તે આ સંબંધનો અંત લાવવા માંગે છે. શુક્રવારે રાત્રે બંને બેંગલુરુના પૂર્ણપ્રજા લેઆઉટ વિસ્તારમાં એક ઘઢઘ હોટેલમાં મળ્યા. ત્યારે તેણે યશને કહ્યું કે, હવે હું આ સંબંધ નહી રાખી શકુ. ત્યાં બંને વચ્ચે તેમના રિલેશનશિપને લઈને ઝઘડો થયો હતો.આ વાત કરતાની સાથે યશ ગુસ્સે ભરાયો અને તેણે હરિણી પર છરી વડે હુમલો કર્યો. ગુસ્સામાં યશસે હરિણી પર 17 વાર છરી વડે હુમલો કર્યો.

Advertisement
Tags :
Advertisement
Advertisement