સતત બીજા દિવસે અદાણીના શેરોમાં મંદીની સર્કિટ: 11 ટકા સુધી ભાવ તુટ્યા
અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણી સહિત અન્ય 7 લોકો પર અમેરિકાના ન્યુર્યોક ડીસ્ટ્રીકટ કોર્ટની કાર્યવાહીનીનો ધડાકો થયા બાદ આજે સતત બીજા દિવસે અદાણી ગ્રુપના શેરોમાં મોટાપાયે ઘટાડો જોવા મળ્યો છે. ગઇકાલે 22 % સુધી અદાણી ગ્રુપના શેરો ઘટયા બાદ આજે પણ મોટાભાગના શેરોમાં મંદીની સર્કીટ જોવા મળી હતી. આજે સેન્સેકસ અને નીફટીમાં રીકવરીનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ અદાણીના શેરોમાં મોટાપાયે ઘટાડો જોવા મળ્યો છે.
આજે પ્રારંભિક સેશનમાં જ અદાણી ગ્રુપના મુખ્ય શેર અદાણી એન્ટરપ્રાઇઝમાં 7%નો કડાકો બોલતા 2030ના ભાવે 52 વિકના લો પર પહોંચ્યો છે. જયારે અદાણી પોર્ટના શેરમાં પ.3% નો ઘટાડો જોવા મળી રહયો છે. અદાણી ગ્રુપના અન્ય શેરોમાં અદાણી એન્ટરપ્રાઇઝમાં 4%, અદાણી પાવરમાં 3.6 %, અદાણી ટોટલ ગેસમાં ર.9%, અદાણી વ્હીલમારમાં 4.1 % જેટલો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ગ્રીનના શેરમાં સૌથી વધુ 11%નો કડાકો જોવા મળ્યો હતો. આજે અદાણી ગ્રુપના 11 શેરો મળીને કુલ 38000 કરોડ રૂપિયાનો વેલ્યુએશનમાં ઘટાડો થયો છે. આ સાથે અદાણી જુથના શેરોની કુલ માર્કેટ વેલ્યુ 11.68 લાખ કરોડ પહોંચી ગઇ છે.
આજે સેન્સેકસમાં ગઇકાલે ભારે ઘટાડો નોંધાયા બાદ પોઝીટીવ શરૂઆત થઇ હતી. આજના ટ્રેડીંગ સેશનની શરૂઆતમાં 7પ0 પોઇન્ટના વધારા સાથે સેન્સેકસ 77900 થી વધુ ભાવે ટ્રેડ થઇ રહયો છે. જયારે નીફટીમાં પણ 226 પોઇન્ટની મજબુતી જોવા મળતા ફરી 23600ને પાર ટ્રેડ થઇ રહી હતી.