For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમેરિકામાં લાંચ આપી અબજોનો કોન્ટ્રાક્ટ મેળવવા મામલે અદાણી દોષિત

11:04 AM Nov 21, 2024 IST | Bhumika
અમેરિકામાં લાંચ આપી અબજોનો કોન્ટ્રાક્ટ મેળવવા મામલે અદાણી દોષિત
Advertisement

ગૌતમ અદાણી, ભત્રીજા સાગર સામે ધરપકડનું વોરંટ નીકળ્યાનો અહેવાલમાં દાવો: સોલાર કોન્ટ્રાકટ મેળવવા ભારતીય અધિકારીઓને 2236 કરોડની લાંચ તથા આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગેરમાર્ગે દોર્યાનો આરોપ: અન્ય સાત પણ દોષિત: ચાર્જશીટ બાદ 600 મિલિયન ડોલરની બોન્ડ યોજના રદ

ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. ન્યૂયોર્કમાં બુધવારે દાખલ એક કેસમાં તેમના વિરુદ્ધ અમેરિકામાં પોતાની એક કંપનીને કોન્ટ્રાક્ટ અપાવવાના બદલામાં 25 કરોડ ડોલર (આશરે 2236 કરોડ રૂૂપિયા)ની લાંચ આપવા તથા તેને છુપાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાક્રમ પછી અદાણી એન્ટરપ્રાઇઝે બોન્ડ દ્વારા 600 મિલિયન ડોલર મેળવવાની યોજના રદી કરી છે.

Advertisement

અમેરિકાના પ્રોસિક્યુટર્સ (સરકારી વકીલ)નો આરોપ છે કે અદાણી તથા તેમની કંપનીના અન્ય સિનિયર અધિકારીઓએ રિન્યુઅલ એનર્જી કંપનીને કોન્ટ્રાક્ટ આપવાના બદલાવામાં ભારતીય અધિકારીઓને પૈસા આપવાનો વાયદો કર્યો હતો. આ કોન્ટ્રાક્ટથી કંપનીને 20 વર્ષમાં 2000 ( બે હજાર ) અબજ ડોલરથી વધુનો નફો થવાની આશા હતી.

ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી જ નહીં સાત લોકો પર અબજો ડોલરની છેતરપિંડી તથા રૂૂશ્વતનો આરોપ લગાવ્યો છે. ભારતીય અધિકારીઓને અબજો રૂૂપિયાની લાંચ આપવાનું ફંડ અદાણીએ અમેરિકામાંથી ભેગું કરવાનું નક્કી કર્યું અને અમેરિકન તથા વિદેશી રોકાણકારો તથા બેંકો સામે જૂઠ્ઠું બોલવાનો પણ આરોપ છે.
આરોપીઓમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારી તથા ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી અને વિનીત જૈનનું નામ પણ સામેલ છે. આટલું જ નહીં રોયટર્સનો દાવો છે કે ગૌતમ અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડનું વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ કેસમાં સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દિપક મલ્હોત્રા અને રૂૂપેશ અગ્રવાલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

વર્ષ 2020થી 2024ની વચ્ચે અદાણીએ ભારત સરકારનો સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ હાંસલ કરવા અધિકારીઓને 25 કરોડ ડોલર લાંચ આપવા તૈયાર થયા. પછી એક ભારતીય અધિકારી સાથે મુલાકાત કરી. સાગર અદાણી અને વિનીતે સ્કીમ માટે મીટિંગ રાખી એ પછી રૂૂશ્વતની રકમ ભેગી કરવા માટે અદાણીએ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના કોન્ટ્રાક્ટના નામે અમેરિકાના રોકાણકારો પાસેથી ત્રણ બિલિયન ડોલરનું ફંડ ભેગું કર્યું હતું. એટલું જ નહીં એફબીઆઇ અને યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સ્ચેન્જ કમિશનની તપાસ રોકવાના પણ પ્રયાસ કર્યા. સ્કીમથી જોડાયેલા ઈમેલ, મેસેજ અને એનાલિસિસ ડિલીટ કરી દેવામાં આવ્યા.

આમ ટૂંકમાં સોલાર એનર્જીની એક યોજનામાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે અદાણીએ ભારતના અધિકારીઓને અબજો રૂૂપિયાની લાંચ આપવાનો વાયદો કર્યો. બાદમાં અમેરિકામાં રોકાણકારોથી ખોટું બોલીને ફંડ ભેગું કર્યું. બાદમાં તપાસમાં અડચણ ઊભી કરવાના પ્રયાસ પણ કર્યા. એફબીઆઇના અધિકારી જેમ્સ ડેનન્હિએ કહ્યું છે કે આરોપીઓએ ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો છે.

અદાણી ગ્રૂપ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી

હજુ સુધી અદાણી ગ્રુપ દ્વારા આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી) એ બે વ્યક્તિઓ અને અન્ય વ્યક્તિ, સિરિલ કેબનેસ સામે સંબંધિત સિવિલ આરોપો દાખલ કર્યા છે. અમેરિકી સરકારે હજુ સુધી અદાણી અને અન્ય વ્યક્તિઓ સામેના ચોક્કસ આરોપો અંગે સંપૂર્ણ માહિતી આપી નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement