For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાકુંભમાં અદાણીએ ભકતોને પ્રસાદ વહેંચ્યો

04:33 PM Jan 22, 2025 IST | Bhumika
મહાકુંભમાં અદાણીએ ભકતોને પ્રસાદ વહેંચ્યો

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પ્રયાગરાજ મહાકુંભ પહોંચ્યા અને અહીં તેમણે ઇસ્કોન મંદિરમાં પ્રાર્થના કર્યા પછી ભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું. પ્રયાગરાજ મહાકુંભમાં ઇસ્કોન અને અદાણી ગ્રુપ સંયુક્ત રીતે મહાપ્રસાદ સેવા કરી રહ્યા છે, જે 13 જાન્યુઆરીએ શરૂૂ થઈ હતી.

Advertisement

ગૌતમ અદાણી સવારે 8 વાગ્યે ચાર્ટર પ્લેન દ્વારા અમદાવાદથી નીકળ્યા અને સવારે 9:45 વાગ્યે પ્રયાગરાજ પહોંચ્યા. તે રોડ માર્ગે મહાકુંભ નગરના સેક્ટર 18માં સ્થિત ઇસ્કોન વીઆઇપી ટેન્ટ પર પહોંચ્યા બાદ અહીંથી તેઓ સેક્ટર 19 સ્થિત ઇસ્કોનના મહાપ્રસાદ સેવા રસોડામાં ગયા અને અહીંના ઇસ્કોન મંદિરમાં પ્રાર્થના કર્યા પછી, યાત્રાળુઓને પ્રસાદનું વિતરણ કર્યું હતું.

મહાકુંભમાં ભક્તોને પ્રસાદનું વિતરણ કર્યા પછી ગૌતમ અદાણી મહાકુંભ નગરના સેક્ટર 3 માં ટઈંઙ ઘાટ પર પહોંચ્યા અને પુજારીઓ સાથે હોડીમાં બેસીને પૂજા કરી. અહીં પ્રાર્થના કર્યા પછી, અદાણી તેમના પરિવાર સાથે હનુમાનજીના દર્શન કરવા ગયા હતા. અગાઉ, ગૌતમ અદાણીએ ઇસ્કોન મંદિરના રસોડામાં સેવા આપી હતી અને મહાકુંભમાં આવેલા ભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement