અભિનેતા વિજય દેવરકોંડાની કારને બોલેરોએ ટક્કર મારી
પુટ્ટપર્થીથી હૈદરાબાદ જઈ રહ્યા હતા
અભિનેતા વિજય દેવરકોંડા આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીથી તેલંગાણાના હૈદરાબાદ જઈ રહ્યો હતો, ત્યારે એક કારે તેમની કારને પાછળથી ટક્કર મારી. આ અકસ્માતમાં લેક્સસ LM350hને નુકસાન થયું હતું. બીજી કાર અટક્યા વિના હૈદરાબાદ તરફ આગળ વધી રહી હોવાનું કહેવાય છે. તેમના ડ્રાઇવરે સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેમણે કેસ નોંધીને તપાસ શરૂૂ કરી છે.
અભિનેતા વિજય દેવરકોંડાની લેક્સસ કાર એક બોલેરોથી અથડાઈ હતી જે અચાનક જમણી તરફ વળી ગઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. વિજય તે સમયે કારની અંદર હતો પરંતુ તેને કોઈ ઈજા થઈ ન હતી. અધિકારીઓનું કહેવું છે કે બોલેરોએ દિશા બદલી હોવાથી અચાનક અકસ્માત થયો હતો, જેના કારણે અભિનેતાની કારને થોડું નુકસાન થયું હતું. ટક્કરમાં અભિનેતાની કારને નુકસાન થયું હતું, પરંતુ વિજય બચી ગયો હતો.
અકસ્માત બાદ વિજય દેવરકોંડા સુરક્ષિત રીતે હૈદરાબાદ પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર- અભિનેતા વિજય દેવેરાકોંડા બપોરે લગભગ 3 વાગ્યે પુટ્ટપર્થીથી હૈદરાબાદ જઈ રહ્યો હતો, ત્યારે તેમની આગળ એક બોલેરો કાર અચાનક જમણી તરફ વળી ગઈ અને તેમની કારની ડાબી બાજુએ અથડાઈ. વિજય અને અન્ય બે લોકો કારમાં હતા. સદનસીબે, કોઈને ઈજા થઈ ન હતી. તેમને તાત્કાલિક બીજું વાહન મળી ગયું અને તેમની ટીમે વીમા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.