For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોલકાત્તાના મહિલા ડોક્ટર રેપ-હત્યા કેસમાં આરોપી દોષિત કરાર

03:52 PM Jan 18, 2025 IST | Bhumika
કોલકાત્તાના મહિલા ડોક્ટર રેપ હત્યા કેસમાં આરોપી દોષિત કરાર

દેશને હચમચાવી નાખનારા કેસમાં સોમવારે સજા ફરમાવાશે

Advertisement

કોલકાતાના સિયાલદાહની સેશન્સ કોર્ટે આરજી કાર મેડિકલ કોલેજમાં 31 વર્ષીય ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજય રોયને દોષિત ઠેરવ્યો છે. ન્યાયાધીશ અનિર્બાન દાસે સંજય રોયને ભારતીય ન્યાયિક સંહિતા (ઇગજ)ની કલમ 64 (બળાત્કારની સજા), 66 (મૃત્યુ માટે સજા) અને 103 (હત્યા) હેઠળ દોષિત ઠેરવ્યા હતા. સિયાલદહ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અનિર્બાન દાસે ટ્રાયલ શરૂૂ થયાના 57 દિવસ બાદ ચુકાદો સંભળાવ્યો હતો. સંજય રોયને દોષિત ઠેરવતા ન્યાયાધીશે તેમની ટિપ્પણીમાં કહ્યું કે, પતમને સજા થવી જ જોઈએ.

કોર્ટ 20 જાન્યુઆરીએ સંજય રોયની સજાની જાહેરાત કરશે. ત્યાં સુધી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આ કેસ પછી દેશભરમાં ગુસ્સો હતો અને કોલકાતામાં લાંબા વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં મુખ્યત્વે ડોક્ટરો અને તબીબી કર્મચારીઓ સામેલ હતા. ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ આરજી કાર હોસ્પિટલના સેમિનાર હોલમાં એક મહિલા તાલીમાર્થી ડોક્ટરનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. કોલકાતા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ગુનાના સ્થળેથી મળેલા પુરાવાના આધારે નાગરિક સ્વયંસેવક સંજય રોયની ધરપકડ કરી હતી. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ આ કેસને પોતાના હાથમાં લીધો અને તપાસ શરૂૂ કરી. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પણ તેની ચાર્જશીટમાં સંજય રોયને મુખ્ય આરોપી ગણાવ્યો છે અને કોર્ટમાં તેના માટે મૃત્યુદંડની માંગણી કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement