તમિલનાડુંમાં MUV અને ટ્રક વચ્ચે અકસ્માત, પાંચ વિદ્યાર્થીઓના મોત
ખઞટના પતરા કાપી મૃતદેહો બહાર કાઢવા પડયા, મૃતકો એન્જિ.ના સ્ટુડન્ટ
તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. તિરુવલ્લુર જિલ્લાના તિરુટ્ટનીમાં મલ્ટી યુટિલિટી વ્હીકલ (ખઞટ) અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં ખાનગી એન્જિનિયરિંગ કોલેજના પાંચ વિદ્યાર્થીઓના મોત થયા હતા.
મૃતક વિદ્યાર્થીઓ એક ખઞટ માં મુસાફરી કરી રહ્યા હતા. આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના રવિવારે રાત્રે તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લાના તિરુટ્ટની પાસે થઈ હતી. તમામ મૃતકો શહેરની ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં એન્જિનિયરિંગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ હતા. દુર્ઘટના સમયે તે ચેન્નાઈથી આંધ્ર પ્રદેશના ઓંગોલ જઈ રહ્યો હતો.
પોલીસે જણાવ્યું કે મૃતક વિદ્યાર્થીઓની ઓળખ થઈ ગઈ છે. આ અકસ્માત માં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓની ઓળખ ચેતન (24), નીતીશ વર્મા (20), નિતેશ (20), રામ મોહન રેડ્ડી (21) અને યોગેશ (21) તરીકે થઈ છે. આ દરમિયાન ચૈતન્ય (21) અને વિષ્ણુ (20) ગંભીર રીતે ઘાયલ છે. બંને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.