રાહુલની યાત્રામાં મોદી માટે અપશબ્દો બોલાયા
06:34 PM Aug 28, 2025 IST | Bhumika
રાહુલ ગાંધી બિહારમાં વોટ અધિકાર યાત્રા કાઢી રહ્યા છે. આ દરમિયાન દરભંગાથી એક વીડિયો સામે આવ્યો છે. જેમા રાહુલના કાર્યકર્તા પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરતા સાંભળી શકાય છે. બિહારના દરભંગામાં રાહુલની યાત્રા દરમિયાન પીએમ મોદીને ગાળ આપવામાં આવી.
Advertisement
દરભંગાના અતરબેલમાં રેલી દરમિયાન મંચ પરથી પીએમ મોદીને અપશબ્દો કહેવામાં આવ્યા. આ કાર્યક્રમ યૂથ કોંગ્રેસ સાથે જોડાયેલ મોહમ્મદ નૌશાદે કરાવ્યો હતો. નૌશાદે જે ગાળો આપી એ તમને સંભળાવી શકાતી નથી.પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરવા પર બીજેપીએ પલટવાર કર્યો છે. બીજેપી તરફથી કહેવામાં અવ્યુ છે કે રાહુલના મંચ પરથી મોદીને ગાળ આપવામાં આવી. આ પ્રકારની ભાષા અસહ્ય છે. પીએમ મોદીએ રાહુલ ગાંધીની અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ માફી માંગવી જોઈએ. ભાજપે કહ્યું કે દેશ પીએમ મોદી વિરુદ્ધ આ પ્રકારની ભાષા સહન કરશે નહીં.
Advertisement
Advertisement
