For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોકસોના કેસમાં દુરુપયોગ ચિંતાજનક, જાગૃતતાની ખાસ જરૂર: સુપ્રીમ કોર્ટ

06:02 PM Nov 05, 2025 IST | admin
પોકસોના કેસમાં દુરુપયોગ ચિંતાજનક  જાગૃતતાની ખાસ જરૂર  સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ કાયદા (POCSO Act)ંનો દુરુપયોગ વધી રહ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે આ કાયદાનો ઉપયોગ ઘણીવાર પતિ-પત્ની વચ્ચેના વિવાદો અથવા કિશોર-કિશોરી વચ્ચેના સહમતિથી થયેલા સંબંધોમાં કરવામાં આવી રહ્યો છે, જે કાયદાની સાચી ભાવનાની વિરુદ્ધ છે. ન્યાયાધીશ બીવી નાગરત્ના અને આર મહાદેવનની બેન્ચ જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરી રહી હતી.

Advertisement

આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે લોકોને દુષ્કર્મ અને પોક્સો કાયદા વિશે જાગૃત કરવામાં આવે, જેથી દેશમાં મહિલાઓ અને છોકરીઓ માટે માહોલ વધુ સુરક્ષિત બને. આ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, અમે જોઈ રહ્યા છીએ કે POCSO કાયદાનો ઉપયોગ ઘણીવાર વિવાદો અથવા કિશોરો વચ્ચેના સંબંધોમાં ખોટી રીતે થઈ રહ્યો છે. તેથી જરુરી છે કે છોકરાઓમાં અને પુરુષોમાં આ કાયદા પ્રત્યે જાગૃતિ અને સમજ વધારવી મહત્વપૂર્ણ છે.

સુપ્રીમ કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી 2 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે, કારણ કે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ હજુ સુધી આ મુદ્દા પર પોતાના મંતવ્યો રજૂ કર્યા નથી. અગાઉ, કોર્ટે કેન્દ્ર સરકાર, શિક્ષણ મંત્રાલય, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ને નોટિસ ફટકારી હતી, જેમાં તેમના જવાબો માંગવામાં આવ્યા હતા. વરિષ્ઠ વકીલ આબાદ હર્ષદ પોંડાએ કોર્ટને જણાવ્યું હતું કે નિર્ભયા ઘટના પછી બળાત્કાર કાયદામાં થયેલા ફેરફારો વિશે જનતાને માહિતી આપવી મહત્વપૂર્ણ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement