રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કલમ 370 નાબુદી ભાજપ-અબ્દુલ્લા પરિવારનું ફિક્સિગં

11:17 AM Oct 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ બુધવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે અન્ય પાંચ મંત્રીઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. દરમિયાન, અવામી ઇત્તેહાદ પાર્ટીના પ્રમુખ અને સાંસદ શેખ અબ્દુલ રશીદ ઉર્ફે એન્જિનિયર રશીદે બુધવારે આરોપ લગાવ્યો હતો કે ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મામલે વડાપ્રધાન મોદી સાથે સાંઠગાંઠ કરી છે.

રાશિદે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ આ પગલું ભરતા પહેલા અબ્દુલ્લા પરિવારની સલાહ લીધી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે બદલામાં ભાજપે નેશનલ કોન્ફરન્સ (ગઈ)ને ઘાટીમાં ફરી સત્તામાં લાવવામાં મદદ કરી હતી.

ન્યૂઝ એજન્સી અગઈંથ સાથે વાત કરતા રાશિદે કહ્યું, ઓમર અબ્દુલ્લા રાજ્યનો દરજ્જો, કલમ 370 અને 35અ વિશે વાત કરે છે. ઓમર અબ્દુલ્લા 370થી ભાગી રહ્યા છે. જ્યારે પીએમ મોદીએ કલમ 370 હટાવી ત્યારે તેઓ 3 દિવસ પહેલા ફારુક અબ્દુલ્લાને મળ્યા હતા. મીટિંગ પછી ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે કંઈપણ હટાવવાનું નથી, પરંતુ તેને દૂર કરવામાં આવ્યું અને ફારુક અને ઓમર અબ્દુલ્લાને ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા.
વધુમાં તેમણે કહ્યું હતું કે, અબ્દુલ્લા પરિવાર સાથે મોદીએ ચર્ચા કરીને કલમ 370 હટાવી હતી. આ બધું મેચ ફિક્સિંગ જેવું હતું. તેમાં કોઈ શંકા નથી કે ભાજપે એનસીને સત્તામાં આવવામાં મદદ કરી છે.ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2019 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી.

મહત્વનું છે કે, 2005માં શ્રીનગરમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી) દ્વારા ઇજનેર રાશિદની આતંકવાદીઓને સમર્થન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ મહિના અને 17 દિવસની અટકાયત કરવામાં આવી હતી. તેના પર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓનો આરોપ હતો અને તેને કારગો, હુમહામા અને રાજ બાગ જેલમાં રાખવામાં આવ્યા હતા.

જો કે, શ્રીનગરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટે પાછળથી માનવતાના આધાર પર તેમની સામેના તમામ આરોપો રદ કર્યા હતા. ઓગસ્ટ 2019 માં, રશીદને ફરીથી ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (ઞઅઙઅ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમની જેલવાસ દરમિયાન, તેમણે જેલમાંથી 2024ની સંસદીય ચૂંટણી માટે તેમનું નામાંકન ભર્યું અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાને હરાવીને 204,000 મતોના માર્જિનથી જીત્યા હતા.

Tags :
Article 370BJP-Abdullah familyindiaindia newspolitical newsPolitics
Advertisement
Next Article
Advertisement