પેરિસ ઓલિમ્પિકમાં મશાલ વાહક બનશે અભિનવ બિન્દ્રા
01:09 PM Feb 05, 2024 IST
|
Bhumika
Advertisement
2008ની ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો
Advertisement
અભિનવે 2008 બેઈજિંગ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઓલિમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય બન્યો હતો. પેરિસ ઓલિમ્પિકથી તેના માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. બિન્દ્રા 16 એપ્રિલથી 26 જુલાઈ સુધી યોજાનારી ઓલિમ્પિક મશાલ રિલેનો ભાગ બનશે. બિન્દ્રાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટમાં કહ્યું, પશેર કરીને ઉત્સાહિત છું કે હું પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે મશાલ વાહક બનીશ. હું સમગ્ર વિશ્વમાં શાંતિ અને સંકલ્પનું પ્રતીક બનીશ. આ જ્યોત આપણી સામૂહિક ભાવના અને સપનાની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. એક મહાન વિશેષાધિકાર અને સન્માન! બિન્દ્રા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (ઈંઘઈ)ના એથ્લેટ્સ કમિશનના સભ્ય પણ છે.
Next Article
Advertisement