દિલ્હીમાં કેજરીવાલની ધરપકડના વિરોધમાં ‘આપ’ના જોરદાર દેખાવો: ભાજપનું વળતું પ્રદર્શન
આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે વડાપ્રધાનના નિવાસસ્થાનને ઘેરવાની જાહેરાત કરી હતી. જો કે તેમને લોકકલ્યાણ માર્ગ પહોંચતા અટકાવવા દિલ્હીના કેટલાક મેટ્રોસ્ટેશન બંધ કરાયા હતા. આમછતાં એકત્ર થયેલા કાર્યકરોને અટકમાન લેવાયા હતા. બીજી બાજુ ભાજપએ પણ કેજરીવાલના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુ એક સૂચના આપી છે. આ વખતે કેજરીવાલે આરોગ્ય વિભાગને લઈને સૂચનાઓ આપી છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રીના નિર્દેશોની જાણકારી આપી. સૌરભ ભારદ્વાજે કહ્યું, પઊઉ કસ્ટડીમાંથી સૂચના આપવામાં આવી છે કે મોહલ્લા ક્લિનિકમાં મફત દવાઓની કોઈ અછત ન હોવી જોઈએ. અગાઉ, જળ પ્રધાન આતિશીએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેજરીવાલે શનિવારે તેમને પાણી અને ગટર સંબંધિત જાહેર સમસ્યાઓના ઉકેલ માટે તેમની સૂચનાઓથ સાથે ઇડી કસ્ટડીમાંથી એક દસ્તાવેજ મોકલ્યો હતો.
આપના નેતા અને દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, પદિલ્હીના મુખ્યમંત્રી ઊઉની કસ્ટડીને કારણે પણ રાજ્યની આરોગ્ય સંભાળને લઈને ચિંતિત છે, તેઓ ચિંતિત છે કે તેમના જેલમાં જવાથી દિલ્હીના લોકોને તકલીફ ન વેઠવી પડે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું. મહોલ્લા ક્લિનિકમાં કરવામાં આવતા ટેસ્ટમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમણે મને આના ઉકેલ માટે પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે, હું દિલ્હીના લોકોને ખાતરી આપવા માંગુ છું કે તમારા મુખ્યમંત્રી પણ જેલમાં છે, તેઓ ફક્ત તમારા વિશે જ વિચારી રહ્યા છે.
અગાઉ રવિવારે, સીએમ કેજરીવાલે ઊઉ કસ્ટડી અંગેનો પહેલો આદેશ જારી કર્યો હતો, જેમાં રાષ્ટ્રીય રાજધાનીમાં પાણી અને ગટરની સમસ્યાને ઉકેલવા માટે જળ પ્રધાન આતિશીને નિર્દેશ આપ્યો હતો. સીએમ કેજરીવાલની 21 માર્ચે ઊઉ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, કોર્ટે તેમને 28 માર્ચ સુધી ઊઉ કસ્ટડીમાં મોકલી દીધા છે. તેના પર દારૂૂની નીતિ સંબંધિત ષડયંત્રમાં સીધા સામેલ હોવાનો આરોપ છે.