For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાભારત પરની ફિલ્મ અનેક ભાગમાં બનાવાશે : આમીર ખાન

11:08 AM Apr 24, 2025 IST | Bhumika
મહાભારત પરની ફિલ્મ અનેક ભાગમાં બનાવાશે   આમીર ખાન

Advertisement

આમિર ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ સિતારે ઝમીન પરને કારણે ચર્ચામાં છે ત્યારે તેણે એક નવો પ્રોજેક્ટ શરૂૂ કરવા માટે કમર કસી છે. આમિર લાંબા સમયથી મહાકાવ્ય મહાભારત બનાવવાના પ્લાનિંગમાં છે અને હવે તેણે એના માટેના પ્રયાસ સઘન બનાવી દીધા છે. આમિર આ ફિલ્મમાં નિર્માતા તરીકેની જવાબદારી નિભાવશે મહાભારત વિશે વાત કરતાં આમિરે કહ્યું કે આશા છે કે હું આ વર્ષે આ ફિલ્મ પર કામ કરવાનું શરૂૂ કરી શકીશ.

આ પ્રોજેક્ટ એક મલ્ટિ ફિલ્મ પ્રોજેક્ટ હશે. આમાં જોકે થોડો સમય લાગશે, કારણ કે એના સ્ક્રિપ્ટિંગમાં પણ થોડાં વર્ષ લાગશે. હું આ ફિલ્મમાં કામ કરીશ કે નહીં એ આ તબક્કે હજી નક્કી નથી. મહાભારતના વિશાળ કેન્વસને જોઈને મને એવું લાગે છે કે એને એક ફિલ્મમાં દર્શાવવું શક્ય નથી. આ પ્રોજેક્ટને અનેક પાર્ટમાં બનાવવામાં આવશે અને તમામ ભાગને એક સમયે સારો ન્યાય આપવા માટે શક્ય છે કે એમાં એક કરતાં વધારે ડિરેક્ટર્સની મદદ લેવામાં આવે.

Advertisement

આમિર લાંબા સમયથી આ ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ જતાં એવા સમાચાર આવ્યા હતા કે આમિરે હવે મહાભારત પરથી ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂક્યો છે, પણ તેણે સ્પષ્ટતા કરી છે કે તે હજી પણ આ પ્રોજેક્ટ માટે વિચારી રહ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement