પ્રતિષ્ઠિત પરિવારનો ફરજંદ જોતજોતામાં માફિયા ડોન બન્યો
- મુખ્તાર અન્સારીના દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા તો નાના 1947ની લડાઇમાં શહીદ થયા હતા
જેલમાં હાર્ટએટેકથી મૃત્યુ પામેલા ડોન મુખ્તાર અન્સારીની કરમકુંડળી વિરોધાભાસથી ભરેલી છે. તેના પિતા સુભાનુલ્લાહ અન્સારી સ્વચ્છ છબી સાથે ગાઝીપુરના રાજકારણમાં સક્રીય રહ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સજિદ અન્સારી મુખ્યાર અન્સારીના કાકા છે. મુસ્તારના દાદા ડોકટર મુસ્તાર એહમદ અન્સારી સ્વાતંત્રય સેનાની હતા. 1926-27માં તેમણે મહાત્મા ગાંધી સાથે કામ કર્યું હતું. મુખ્તાના દાદા બ્રિગેડીયર મોહમ્મદ ઉસ્માન 1947ની લડાઇમાં શહીદ થયા હતા.
પ્રતિષ્ઠિત પરિવારમાંથી આવેલો મુખ્તાર અંસારી આટલો મોટો માફિયા કેવી રીતે બન્યો ? તેની વાર્તા એકદમ રસપ્રદ છે. મજબુત મૂછોવાળા મુખ્તાર તેમના જીવનના અંતિમ તબક્કે વ્હીલ ચેર પર બેઠેલા જોયા હશે, પરંતુ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર સત્તામાં આવી તે પહેલા મૌ અને તેની આસપાસના વિસ્તારોમાં મુખ્તાર અંસારીના વખાણ થતા રહ્યા. હવે અંસારીના ઠેકાણાઓને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે આખું રાજ્ય મુખ્તારથી ધ્રૂજતું હતું.
તેઓ ભાજપ સિવાય ઉત્તર પ્રદેશની દરેક મોટી પાર્ટીમાં સામેલ હતા. આ જ કારણ હતું કે તેઓ 24 વર્ષ સુધી સતત યુપી વિધાનસભામાં પહોંચતા રહ્યા. 1996માં બસપાની ટિકિટ પર જીતીને પહેલીવાર વિધાનસભામાં પહોંચેલા મુખ્તાર અંસારી 2002, 2007, 2012 અને ફરી 2017માં મૌથી જીત્યા હતા. તેમાંથી, તેઓ દેશની જુદી જુદી જેલમાં બંધ રહીને છેલ્લી 3 ચૂંટણી લડ્યા અને જીત્યા. રાજનીતિની ઢાલ મુખ્તારને ગુનાખોરીની દુનિયાનો સૌથી પ્રામાણિક ચહેરો બનાવી દીધો હતો અને તેના મૂળ દરેક સંગઠિત ગુનામાં ઊંડે સુધી જતા હતા.
મુખ્તાર અન્સારીનું નામ રાજકીય દુશ્મનાવટના કારણે વધ્યું. વર્ષ 2002એ મુખ્તારનું જીવન હંમેશ માટે બદલી નાખ્યું.તે જ વર્ષે, ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયે ગાઝીપુરની મોહમ્મદાબાદ વિધાનસભા બેઠક છીનવી લીધી હતી, જે 1985થી અન્સારી પરિવાર પાસે હતી. આ વાતથી મુખ્તાર અંસારી નારાજ થયા. આ પછી કૃષ્ણાનંદ રાય ધારાસભ્ય તરીકેનો તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા અને ત્રણ વર્ષ પછી એટલે કે 2005માં તેમની હત્યા કરવામાં આવી હતી.
આ હત્યા કેસમાં મુખ્તાર અન્સારીનું નામ સામે આવ્યું હતું. બાદમાં આ કેસની તપાસ યુપી પોલીસ પાસેથી સીબીઆઈને સોંપવામાં આવી હતી. કૃષ્ણાનંદ રાયની પત્ની અલકા રાયની અરજી પર સુપ્રીમ કોર્ટે 2013માં કેસને ગાઝીપુરથી દિલ્હી ટ્રાન્સફર કર્યો હતો. પરંતુ સાક્ષીઓ નિવેદન પરથી ફરી જવાને કારણે કેસ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યો ન હતો.
યોગી સરકાર આવ્યા બાદ મુખ્તાર અંસારીના ખરાબ દિવસો શરૂૂ થયા. તેની સામે ઉત્તર પ્રદેશમાં 52 કેસ નોંધાયેલા છે. યુપી સરકારનો પ્રયાસ હતો કે મુખ્તારને 15 કેસમાં જલ્દીથી સજા મળે. યોગી સરકારે અત્યાર સુધી અંસારી અને તેની ગેંગની રૂૂ. 192 કરોડથી વધુની સંપત્તિ તોડી પાડી છે અથવા જપ્ત કરી છે. મુખ્તાર ગેંગની ગેરકાયદેસર અને બેનામી મિલકતોની સતત ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મુખ્તાર ગેંગના 96 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી મુખ્તારના 75 ગુરૂૂઓ સામે ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.