રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દિલ્હીના નિવૃત્ત એન્જિનિયરને ડિઝિટલ અરેસ્ટ કરી રૂા.10 કરોડ ખંખેરી લીધા

04:54 PM Nov 14, 2024 IST | admin
Advertisement

પ્રતિબંધિત દવા વિદેશ મોકલવાના નામે ખેલ પાડ્યો

Advertisement

ડિજિટલ અરેસ્ટ નામનો નવો ફ્રોડ ઘર કરી રહ્યો છે. ઠગબાજો અવનવી રીતે્ લોકોને ઉલ્લુ બનાવીને પૈસા પડાવી રહ્યો છે. ઠગબાજો દર વખતે કોઈને કોઈ નવી સ્કીમ લઈ આવે છે. આ વખતે ઠગબાજો એક નવું બહાનું લઈને આવ્યાં અને નિવૃત એન્જિનિયરને ફસાવીને કરોડો ખંખેરી લીધા હતા. સાયબર ગુનેગારોએ રાજધાની દિલ્હીના એક નિવૃત્ત એન્જિનિયરની 8 કલાક સુધી ડિજિટલી ધરપકડ કરીને રૂ. 10 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી વૃદ્ધોને પ્રતિબંધિત દવાઓ દેશની બહાર મોકલવાની ધમકી આપીને કરવામાં આવી હતી. ઠગબાજોએ એન્જિનિયરને ફોન કરીને એવું કહ્યું કે તે પાર્સલ કંપનીમાંથી બોલે છે અને તેમણે પ્રતિબંધિત દવાઓ વિદેશ મોકલવી છે અને કરોડોમાં પતાવટની ધમકી આપી હતી. ઠગબાજોની વાતોમાં આવી ગયેલા એન્જિનિયરે કહ્યાં પ્રમાણે 10 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.

તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે કંબોડિયાથી વૃદ્ધાને ફોન કરીને આઠ કલાકમાં આ છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે ડિજિટલ ધરપકડના મામલામાં કંબોડિયા, ફિલિપાઈન્સ અને તાઈવાનથી કોલ આવી રહ્યા છે. આ વિસ્તારોમાં ભારતીય મૂળના લોકો જ લોકોને ફોન કરીને લલચાવી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે છેતરપિંડીની રકમ પહેલા સાત અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા કરવામાં આવી હતી. પછી રકમ એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં નાના ભાગોમાં જમા કરવામાં આવતી હતી. ઠગબાજોએ 1500 અલગ અલગ બેંક ખાતાઓનો ઉપયોગ કર્યો હતો. આ બેંક ખાતાઓમાં જમા થયેલી લગભગ 60 લાખ રૂૂપિયાની રકમ ફ્રીઝ કરી દેવામાં આવી છે. આ રકમનો કેટલોક હિસ્સો દેશના વિવિધ ભાગોમાં ઉપાડવામાં આવ્યો છે.

Tags :
arrested and extorted Rs. 10 croresdelhiindia
Advertisement
Next Article
Advertisement